તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ઝૂલોજીની પરીક્ષાની તારીખ લંબાવવા વિદ્યાર્થીઓની માંગ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસક્રમ અધૂરો રહેતા વિદ્યાર્થીઓનો હોબાળો
  • કુલપતિએ કહ્યું, યોગ્ય નિર્ણય લેવાશે

યુનિવર્સિટીના બાયો સાયન્સના ઝૂલોજીના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ પરીક્ષાની તારીખ લંબાવવાની માંગ સાથે હોબાળો કર્યો હતો અને કુલપતિ ડો.કે. એન. ચાવડાને આવેદન પત્ર સવાલ પૂછ્યો હતો કે, અભ્યાક્રમ હજુ પૂરો નથી થયો અને 2 જ અઠવાડિયામાં પરીક્ષા છે. આ વી સ્થિતિમાં અમે શું કરીએ?

ઝૂલોજીના 25 વિદ્યાર્થીઓએ શુક્રવારે વહીવટી બિલ્ડિંગ પર પહોંચી હોબાળો કરતા કુલપતિ ડો. કે. એન. ચાવડા અને સેનેટ સભ્ય મનીષ કાપડીયા તેમની પાસે ગયા હતા. તે સમયે વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. કે. એન. ચાવડાને આવેદન પત્ર આપી કહ્યું હતું કે, અમે એમએસસીના બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ઝૂલોજીમાં ચોથા સેમમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અમારો અભ્યાસક્રમ અધૂરો છે તેમજ પ્રેક્ટિકલ પણ કર્યું નથી. તેવામાં યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

બે અઠવાડિયા પછી અમારી પરીક્ષા લેવાશે. અમે મુંઝવણમાં મૂકાઈ ગયા છે. છેલ્લા વર્ષની પરીક્ષા ખૂબ જ મહત્વની હોય છે. જેથી પરીક્ષાની તારીખ લંબાવી પહેલા અમારો અભ્યાસક્રમ પૂર્ણ કરો. કુલપતિએ આવેદન પત્ર મેળવીને યોગ્ય નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. પરીક્ષા વિભાગના અધિકારી સૂત્રો કહે છે કે, વિદ્યાર્થીઓની રજૂઆત આધાર પર પરીક્ષાની તારીખ લંબાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...