તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ મંુઝવાયા, હવે ઓફલાઈન કોર્સ પૂર્ણ કરી બોર્ડની તૈયારી કરાવશે સ્કૂલો

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રનું નવું માળખું તૈયાર, તેના આધારે યોજાશે ધો. 10 અને 12ની પરીક્ષા
 • ધો.12માં કોમર્સ અને આર્ટસમાં વૈકલ્પિક સવાલો 20ના બદલે 30 માર્કસના રહેશે

કોરોના મહામારીની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓની સ્ટડી પર પડી છે. વિદ્યાર્થીઓની સ્ટડી ન બગડે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવાનો આદેશ આપવામાં આ‌વ્યો હતો. પણ ઓનલાઈન સ્ટડીમાં વિદ્યાર્થીઓની સમજણમાં કંઈ જ નથી આવ્યું. પરિણામે સ્કૂલના વિદ્યાર્થીઓને ઓફલાઈન ભણાવીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરાવવામાં સ્કૂલો લાગી ગઈ છે. મે મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. ગુજરાત બોર્ડ પ્રશ્નપત્રનું નવું માળખું પણ તૈયાર કરી લીધું છે. જેને ગુજરાત બોર્ડની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે સરકારે 30 ટકા કોર્સ ઘટાડી દીધો છે. તેમ છતાં સ્કૂલોએ સમગ્ર અભ્યાસક્રમ ભણાવવો જરૂરી છે. બોર્ડની પરીક્ષામાં 70 ટકા અભ્યાસક્રમમાંથી જ સવાલો પૂછવામાં આવશે.

બોર્ડ આ પ્રકારના ફેરફાર કર્યા છે
ધોરણ 10 અને 12માં કોમર્સ અને આર્ટસમાં વૈકલ્પિક સવાલો 30 માર્કસના રહેશે, અગાઉ આ સવાલ 20 માર્કસના હતા. 10 અને 12માં થિયરી સવાલોમાં ઈન્ટરનલને બદલે હવે જનરલ ઓપ્શનના પ્રશ્નો રહેશે. જોકે ધોરણ 12 સાયન્સમાં અગાઉની જેમ 50 ટકા સવાલ વૈકલ્પિક રહેશે. બોર્ડે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્રમાં ઘણા ફેરફાર કર્યા છે. ધોરણ 10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર માળખું, ગુણ ભાર તથા નમુનાના પ્રશ્નપત્રો એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત એજ્યુકેશન બોર્ડ પ્રશ્નપત્રનું માળખું વેબસાઈટ પર મુક્યું છે. વિદ્યાર્થીઓ આ માળખાને આધારે પરીક્ષાની તૈયારી કરી શકે છે.

વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર સોલ્વ ન કરી શક્યા
સ્કૂલ ખોલવાની મંજૂરી મળ્યા બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર સોલ્વ કરી શક્યા ન હતા. ખરાબ રિઝલ્ટ આ‌વ્યા બાદ વિદ્યાર્થીઓએ સ્કુલોને ફરીથી અભ્યાસક્રમ ભણાવવા માટે માંગ કરી હતી. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલો પણ વિદ્યાર્થીઓને હવે ઓફલાઈન ભણાવી રહ્યા છે.

આ વર્ષે બોર્ડ પેપર ઘણા સરળ બનાવશે
આશા છે કે આ વર્ષે કોરોનાને કારણે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રશ્નપત્ર ઘણા સરળ બનાવશે. બોર્ડના નવા પ્રશ્નપત્રનાં માળખા પ્રમાણે સ્કૂલો વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહી છે. - જગદીશ ચાવડા, પ્રવકતા, સ્કૂલ સંગઠન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો