સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. હાલનું જે પ્રકારનું વરસાદી વાતાવરણ છે તેના કારણે વાઇરલ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સ્વાઈન ફ્લૂના કેસમાં પણ નોંધનિય રીતે વધી રહ્યા છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની અંદર સુવિધા સાથે અલાયદા રૂમ શરુ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં 43 કેસ નોંધાઈ ચૂક્યા છે અને બે દર્દીના મોત પણ થયા છે.
તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઈ
સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો થતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરુ કરાયો છે. જેમાં વેન્ટીલેટર સાથેના 10 બેડ મુકવામાં આવ્યા છે. આજ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ ત્રીજા માળે વેન્ટીલેટરની વ્યવસ્થા સાથે15 બેડનો અલાયદો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે.
આગોતરું આયોજન કરવું જરૂરી
આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે સ્વાઈન ફ્લૂના કેસોમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકો દ્વારા પણ કાળજી રાખવામાં આવે તે જરૂરી બન્યું છે. સુરતમાં અત્યાર સુધી 43 કેસો નોંધાયા છે. આજદિન સુધી બે લોકોના મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા સુરત અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં હાલમાં 16 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.