શિક્ષણ:વિદ્યાર્થીઓ 17મી સુધી કોલેજ ટ્રાન્સફરની અરજી કરી શકશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સફર બાદ ખાલી થયેલી બેઠકો ઉપર જ મેરિટ આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

કોલેજ કે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્રાન્સફર મેળવવા માટે 17મી જાન્યુ. સુધી ઓનલાઇન અરજી કરી શકશે. નર્મદ યુનિવર્સિટીના પરિપત્ર મુજબ સ્નાતક અને અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે ખાલી પડેલી બેઠકો પર ટ્રાન્સફર મેળવી શકશે. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં (LL.B સહિત) સેમ.1માંથી સેમ.2માં, સેમ.3 માંથી સેમ.4માં તેમજ સેમ.5 માંથી સેમ.6માં એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર માટે અરજી કરી શકાશે.

અનુસ્નાતક કક્ષાએ સેમ.3 માંથી સેમ.4માં એક કોલેજ કે વિભાગમાંથી બીજી કોલેજ કે વિભાગમાં ટ્રાન્સફર માટે અરજી કરી શકાશે. ટ્રાન્સફર માટે કોલેજ કે વિભાગની પસંદગી આપવામાં આવશે નહીં.કોલેજોમાં ખાલી બેઠકો અથવા ટ્રાન્સફર બાદ ખાલી થયેલી બેઠકો પર મેરિટના આધારે ટ્રાન્સફર અપાશે.વિદ્યાર્થીઓ પોતાના ડેશબોર્ડમાંથી લોગ-ઈન કરી અરજી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...