• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Parents Of Students At Anglo Urdu School In Surat Refuse To Vaccinate, Vaccination Started Slowly After Explaining The Importance Of Vaccination

જાગૃતિનો અભાવ:સુરતમાં એંગ્લો ઉર્દુ સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓએ વેક્સિન મૂકવા સંમતિ ન આપી, વેક્સિનેશનનું મહત્વ સમજાવ્યા બાદ ધીમીગતિએ રસીકરણ શરૂ

સુરત14 દિવસ પહેલા
વાલીઓને વેક્સિનેશનના મહત્વ વિશે વાત કરતા કેટલાક વિદ્યાર્થીઓ રસી મુકવા માટે શાળામાં આવ્યા.
  • વાલીઓને આખરે શાળાના ટ્રસ્ટીઓની સમજાવટ બાદ થોડા વિદ્યાર્થીઓ વેક્સિન લેવા માટે આવ્યા

સરકાર દ્વારા હાલ 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવાની શરૂઆત કરી દીધી છે. જોકે, સુરતના મુગલીસરા વિસ્તાર આવેલી એંગ્લો ઉર્દુ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વેક્સિન મૂકવાને લઈને વાલીઓ ઉદાસીન હોય તેવો માહોલ સર્જાયો છે. સ્કૂલના મોટા ભાગના વિદ્યાર્થીઓના વાલીઓએ બાળકોને વેક્સિન મૂકવા માટે સંમતિ આપી ન હતી. જેથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને ટ્રસ્ટી સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ વાલીઓને વેક્સિનેશનના મહત્વ વિશે વાત કરતા કેટલાક વિદ્યાર્થીઓ રસી મુકવા માટે શાળામાં આવ્યા હતા. જેથી હાલ ધીમીગતિએ રસીકરણ શરૂ થયું છે.

ધીરે ધીરે વિદ્યાર્થીઓ વેક્સિન મુકવા માટે આવવા તૈયાર થયા
એંગ્લો ઉર્દુ સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓને વેક્સિનેશન કેમ્પની પહેલાથી જાણ કરી દેવામાં આવી હતી અને વાલીઓ સાથે પણ સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ઘણા ખરા વિદ્યાર્થીઓના વાલીઓ વેક્સિન લેવા માટે ઉદાસીન હોય તેવું જણાવ્યું હતું. આજે પણ બાળકોની સંખ્યા ઓછી હતી છતાં પણ ધીરે ધીરે વિદ્યાર્થીઓ વેક્સિન મુકવા માટે આવવા તૈયાર થયા હતા. બે દિવસ પહેલાથી જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળાનો સંપર્ક કરીને તમામ માહિતી આપી દેવામાં આવી હતી.

મોટાભાગના વાલીઓએ મંજૂરી આપી ન હતી
એંગ્લો ઉર્દુ સ્કૂલમાં વાલીઓ બાળકોને વેક્સિન આપવા માટે તૈયાર ન હોવાની વાત સામે આવી હતી. વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માટે 4થી 5 તારીખનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યને પૂછવામાં આવ્યું કે શાળામાં કેટલા બાળકો એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અથવા તો સંમતિ પત્ર આપ્યું છે તો મોટાભાગના વાલીઓએ મંજૂરી આપી ન હતી. આવી સ્થિતિમાં અધિકારીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે ચર્ચા થયા બાદ વાલીઓને વેક્સિનેશનના મહત્વ વિશે વાત કરતા કેટલાક વિદ્યાર્થીઓ રસી મુકવા માટે શાળામાં આવ્યા હતા.

એંગ્લો ઉર્દુ શાળાની અંદર વાલીઓ પોતાના બાળકોને વેક્સિન આપવા માટે માનસિક રીતે તૈયાર ન હોય તેવું જાણવા મળ્યું.
એંગ્લો ઉર્દુ શાળાની અંદર વાલીઓ પોતાના બાળકોને વેક્સિન આપવા માટે માનસિક રીતે તૈયાર ન હોય તેવું જાણવા મળ્યું.

વાલીઓ બાળકોને વેક્સિન આપવા માટે માનસિક રીતે તૈયાર ન હતા
આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું કે, તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ અને કોલેજોમાં પણ વેક્સિનની આપવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ એંગ્લો ઉર્દુ શાળાની અંદર વાલીઓ પોતાના બાળકોને વેક્સિન આપવા માટે માનસિક રીતે તૈયાર ન હોય તેવું જાણવા મળ્યું હતું. પરંતુ આખરે તેમને સમજાવટ બાદ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. વેક્સિન બાળકોને કોરોના સામે સુરક્ષાકવચ આપશે જેથી કરીને તેઓ સ્વસ્થ રહી શકશે અને તેના માટે વેક્સિનેશન ખૂબ જરૂરી છે.

વિદ્યાર્થીઓને વેક્સિન આપ્યા બાદ માહિતી પણ આપવામાં આવી.
વિદ્યાર્થીઓને વેક્સિન આપ્યા બાદ માહિતી પણ આપવામાં આવી.

બાળકોને ઓડ ઇવન પદ્ધતિથી વેક્સિન લેવા માટે બોલાવ્યા
એંગ્લો ઉર્દુ શાળાના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડેન્ટ મહંમદ હયાતખાનને જણાવ્યું કે, બાળકો આ રસી મુકવા માટે તૈયાર નથી એ વાત ખોટી છે. અમે બાળકોને ઓડ ઇવન પદ્ધતિથી વેક્સિન લેવા માટે બોલાવ્યા હતા. આખરે જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા તે પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ આજે આવ્યા છે અને વેક્સિન આપવામાં આવી રહી છે અને આવતીકાલે પણ વિદ્યાર્થીઓ વેક્સિન લેવા માટે આવે તેવા અમારા પૂરતા પ્રયાસો છે.

અન્ય સમાચારો પણ છે...