તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદ યુનિવર્સિટીનો તઘલખી નિર્ણય:કોલેજો શરતનું પાલન ન કરે તો વિદ્યાર્થીના પરિણામ રોકાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કાયમી આચાર્ય, જમીન, મેદાન હોવા સહિતની શરતોનું પાલન કરવું પડશે
  • આચાર્ય મંડળના હોદેદ્દારોએ વિરોધ કરી નિર્ણય રદ કરવા માંગ કરી

નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો શરતોનું પાલન નહીં કરે તો કોલેજોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ સજા કરાશે. યુનિવર્સિટીની સિન્ડિકેટે ગુરૂવારે નિર્ણય કર્યો છે કે ત્રણ મહિનામાં શરતોનું પાલન નહીં કરનારી કોલેજોના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવવા સાથે જ કોલેજો પાસેથી ડબલ એડમિશન ફી લેવી તથા તેના અધ્યાપકોને યુનિવર્સિટીના જુદા જુદા અધિકાર મંડળોથી દૂર રાખવા સહિતનાં પગલાં લેવાશે. અધ્યાપક અને આચાર્ય મંડળના હોદેદારોએ આ નિર્ણય રદ કરવા માંગ કરી છે.

બેઠકમાં આ નિર્ણયો પણ લેવાયા

  • યુનિવર્સિટીમાં સીધા જ પ્રવેશ લેનારા વિદેશી વિદ્યાર્થીઓની યુજી કે પીજી કોર્સની ફી એફઆરસી નક્કી કરશે
  • ઓનલાઇન પરીક્ષામાં પડતી તકલીફો દૂર કરવા શિક્ષકો પાસે તરત જ માહિતી મંગાવી
  • ડે કેર સેન્ટરમાં કામધેનુ, ચિલ્ડ્રન, સ્પોર્ટ્સની સાથે રાજ્યની સરકારી, સ્ટેટ અને સેન્ટ્રલ યુનિવર્સિટીનું કેન્દ્ર આપવું તથા વુમન સેલ અને એફવાયએસવાય સ્કોલરશિપનું પણ કેન્દ્ર આપવું
  • સી. ડી. પચ્ચીગર કોલેજમાં એમડીના હોમિયોપેથિક કોર્સ શરૂ કરવાની મંજૂરી
  • એડમિશન કમિટીમાં ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને લેવા
  • નવસારી પોસરા જમીન માટે અને એસએમસીને જગ્યા આપવા મામલે પણ ઘટતી કાર્યવાહી કરવી
  • એઇસી અને ASIP અલગ કરવા જેવા નિર્ણયો પણ લેવાયા હતા.

કોલેજોએ આ શરતોનું પાલન કરવું જરૂરી છે
કોલેજ પાસે પોતાની કે ભાડાની પાંચ એકર જમીન હોવી, કાયમી આચાર્ય અને કાયમી અધ્યાપકો હોવા, લાઇબ્રેરીની સુવિધા જરૂરી, લેબોરેટરી અને તેમાં જરૂરી સાધનો તેમજ કેમિકલ હોવા જરૂરી, સ્પોર્ટસનું મેદાન હોવું જોઇએ, ક્લાસરૂમ અને તેમાં બેંચ અને બોર્ડ જેવી પ્રાથમિક સુવિધા હોવી, કોલેજો પાસે પોતાનું બિલ્ડિંગ હોવું, અધ્યાપકોને પગાર સહિત આર્થિક લાભ આપવા, ફાયર સેફ્ટી, એનઓસી, બીયુટી સર્ટિ. હોવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...