તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વેસુમાં ફોટોગ્રાફી માટે ગયેલા વિદ્યાર્થીનું કાર અડફેટે મોત, અડાજણનો વિદ્યાર્થી મિત્રો સાથે પરત ફરતો હતો

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક

વેસુ વિસ્તારમાં ફોટોગ્રાફી કરવા માટે મિત્રો સાથે નિકળેલા અડાજણના બે વિદ્યાર્થી મિત્રોની બાઈકને કારગીલ ચોક નજીક કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા એક મિત્રનું મોત નિપજ્યું છે. જ્યારે એક મિત્ર ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે દાખલ કરાયો છે.

અડાજણ પ્રગતિ નગર ખાતે રહેતો હર્ષ ભરતભાઈ પ્રજાપતિ(19)ના પિતા સીઝનલ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હર્ષ ધો.11માં અભ્યાસ કરતો હતો. બુધવારે હર્ષ તેના મિત્ર પ્રણવ રાકેશ સિમ્પી તેમજ અન્ય મિત્રો સાથે વેસુમાં ફોટોગ્રાફી કરવા નીકળ્યો હતો. દરમિયાન હર્ષ અને રાકેશ બાઈક પર સવાર થઈ ગૌરવપથ પરથી ઘરે પરત જતા હતા. ત્યારે ગૌરવપથ કારગીલ ચોક નજીક ક્રોમાના શોરૂમની સામે કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

જેમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલો પ્રણવ સીમ્પી ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જોકે મોડે સુધી પોલીસ પ્રણવના પરિવારની તેમજ તે ક્યાં રહે છે તે અંગે કોઈ માહિતી મેળવી શકી ન હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો