કાર્યવાહી:ડિંડોલીમાં વિદ્યાર્થીએ લિફ્ટમાં કિશોરીની સાથે અડપલા કર્યાં, CCTVની તપાસ કરાતાં કિશોર ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલીમાં 12 વર્ષની કિશોરીની સાથે લિફ્ટમાં 16 વર્ષના કિશોરે અડપલા કરતા મામલો ડિંડોલી પોલીસમાં પહોંચ્યો છે. આ અંગે ડિંડોલી પોલીસે છેડતી અને પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધી વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

કિશોરી ડિંડોલીમાં માતાજીના મંદિરે પૂજા કરવા માટે આવી હતી. તે વખતે આ ઘટના બની હતી. કિશોરી લીફટમાંથી નીચે ઉતરતી હતી તે વખતે 16 વર્ષના વિદ્યાર્થીએ તેને લિફ્ટમાં પકડી તેની સાથે અડપલા કર્યા હતા. જેના કારણે કિશોરી રડતી રડતી પિતા પાસે પહોંચી હતી. પછી પરિવારજનોએ લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. કેમેરાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ છેડતી કરનાર વિદ્યાર્થીને શોધી કાઢી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...