VNSGUની પરીક્ષામાં ચોરી:પકડાયેલા SD જૈન કોલેજના વિદ્યાર્થીએ કહ્યું, ‘હું જ નહીં, આખો ક્લાસ ચોરી કરતો હતો, CCTV મગાવશો તો ખબર પડી જશે’

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં ચોરીના વધુ બે કિસ્સા સામે આવ્યા
  • ફેક્ટ કમિટી સમક્ષ SD જૈન કોલેજના વિદ્યાર્થીએ કબૂલાત કરી ભાંડો ફોડ્યો

‘સર, મેં તો ચોરી કરી જ છે, પણ મારી સાથે આખા ક્લાસે પણ ચોરી કરી છે. સીસીટીવી ફૂટેજ મગાવો અને ચેક કરો. તમને ખબર પડી જશે’ આવું એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજના વિદ્યાર્થીએ નર્મદ યુનિવર્સિટીને લખીને આપ્યું છે, જેથી યુનિવર્સિટીએ કોલેજ પાસે ફૂટેજ મગાવ્યા છે. એટલું જ નહીં, સુપરવાઇઝરને પણ ફેક્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર.

સુપરવાઇઝર, તમામ વિદ્યાર્થી સામે તપાસ શરૂ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવેમ્બરમાં બીકોમની છઠ્ઠા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા ઓફલાઇન લીધી હતી. એવામાં જ એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની આન્સર બુકમાંથી કોપી કરતો હતો, જે બાબત સુપરિન્ટેન્ડેન્ટે જોતાં જ તેણે તરત જ બંને વિદ્યાર્થીને પકડી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીની ફેક્ટને મોકલી આપ્યો હતો, જેથી ફેક્ટે બન્ને વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવા શુક્રવારે યુનિવર્સિટીમાં બોલાવ્યા હતા.

વિદ્યાર્થીએ લેખિતમાં જવાબ આપ્યો
બે પૈકીના એક વિદ્યાર્થીએ ફેક્ટને લેખિતમાં લખીને આપ્યું હતું કે “સર, મેં તો ચોરી કરી છે, પણ મારી સાથે આખો ક્લાસ ચોરી કરતો હતો, સીસીટીવી ફૂટેજ મગાવો અને ચેક કરો, તમને ખબર પડી જશે’. સુપરવાઇઝરને હાજર રહેવા આદેશ ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખવાની ફરજ પડી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ મગાવાયા છે. આ સાથે જ ક્લાસના સુપરવાઇઝરને પણ હાજર રહેવા આદેશ કરાયો છે.

સુપરવાઇઝરને હાજર રહેવા આદેશ
ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખવાની ફરજ પડી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ મગાવાયા છે. આ સાથે જ ક્લાસના સુપરવાઇઝરને પણ હાજર રહેવા આદેશ કરાયો છે.

ગ્રુપમાંથી લેફ્ટ થનારા 7ને આ રીતે શોધી કઢાયા
ફેક્ટ વ્હોટ્સએપના ગ્રુપની માહિતીના સ્ક્રીનશોટ આધારે નંબરોની યાદી તૈયાર કરી હતી. એ પછી સોફ્ટવેરમાં નંબરો નાખીને તપાસ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓનો આખો ડેટા મળી ગયો. આ સાથે જ નંબર યાદી કોલેજને પણ મોકલાઈ હતી, જ્યાંથી પણ વિદ્યાર્થીઓને ડેટા મળ્યો હતો. બંને ડેટા સરખા હોવાથી ફેક્ટે સાતેય વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...