વિરોધ:સુરતમાં IMAના 3500 ડોક્ટરોની હડતાળ, ઈમરજન્સી સારવાર તેમજ કોવિડને લગતી કામગીરી સિવાયની કામગીરી બંધ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈએમએ તેમજ સંલગ્ન તબીબોની બેઠક બાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે. - Divya Bhaskar
આઈએમએ તેમજ સંલગ્ન તબીબોની બેઠક બાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે.
  • 500 જેટલી હોસ્પિટલો અને નર્સિંગ હોમ સાથે સંકળાયેલા વિરોધમાં જોડાયા
  • આઈએમએ હોલ મુગલીસરા ખાતે આઈએમએ તેમજ સંલગ્ન તબીબોની બેઠક

આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજુરીના વિરોધમાં સુરત આઈએમએ સાથે જોડાયેલા તબીબો આજે ઈમરજન્સી સિવાયના ઓપીડીના કામકાજથી અળગા રહ્યા છે. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઈમરજન્સી અને કોવિડ સિવાયની કામગીરી બંધ રાખીને 3500 જેટલા તબીબો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

તબીબો પોતાના રૂટિન કાર્યથી દૂર રહ્યા આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરોને 58 જેટલી સર્જરીની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળુ અને દાંતની પણ સર્જરી કરી શકશે. કેન્દ્ર સરકારના આ જાહેરનામાનો વિરોધ કરવા સુરત આઈએમએ સાથે જોડાયેલા તબીબો પોતાના રૂટિન કાર્યથી દૂર રહ્યા છે. આ દરમિયાન તમામ ઈમરજન્સી સેવાઓ, કોવિડને લગતી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.

લેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે આઈએમએની એક્શન કમિટીના ચેરમેન ડો.વિનોદ શાહ અને ડો.પ્રજ્ઞેશ જોષીએ જણાવ્યું હતું કે આઈએમએ હોલ મુગલીસરા ખાતે આઈએમએ તેમજ સંલગ્ન તબીબો શાખાઓના સભ્યોની સ્પેશ્યલ જનરલ બોડી મિટીંગનું યોજાઈ છે. બપોરે સભા બાદ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આ નિર્ણયના વિરોધમાં બે દિવસ પહેલા તબીબોએ બેનર-પોસ્ટર દ્વારા દેખાવો પણ કર્યા હતાં.

IMAની નર્સિંગ હોમ પણ વિરોધમાં જોડાશે આઈએમએ સુરતના પ્રમુખ ડો.હિરલ શાહે જણાવ્યું હતું કે શહેરના 3500 જેટલા તબીબો અને 500 જેટલી હોસ્પિટલો અને નર્સિંગ હોમ આ વિરોધમાં જોડાયા છે. આ સમય દરમિયાન ઈમરજન્સી સારવાર તેમજ કોવિડને લગતી સારવાર આપવામાં આવશે તે સિવાયની રૂટિન ઓપીડી બંધ રહી છે.