હડતાળ:મજૂરી વધારાની માંગ સાથે સુરત ગુડ્સ યાર્ડમાં હડતાળ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11મી સુધીનો સમય આપી સાંજે કામે લાગ્યા

સોમવારે સવારે 6 વાગ્યાથી સુરત રેલ્વે સ્ટેશન નજીક ગુડ્સ યાર્ડ ખાતે તમામ કામદારો હડતાળ પર ઉતર્યા હતા. ગુડ્સ ટ્રેનમાંથી ઉતારવા માટે મળતા દૈનિક વેતનમાં વધારા માટે હડતાળ કરી હતી. તેઓની માંગણી હતી કે વેતન વધારવું જોઈએ. આ અચાનક હડતાળને લીધે સવારથી યાર્ડમાં આવેલી માલગાડીઓ અનલોડ કરી શકાઈ ન હતી.

જેના કારણે કુલ ત્રણ માલગાડીઓ 12 કલાક સુધી યાર્ડમાં ઉભી રહેતા રેલવેને 20 લાખનું નુકસાન થયું હતું. રેલવેના અધિકારીઓ અને લેબર કોન્ટ્રાક્ટરોએ કામદારો સાથે વાત કરી પરંતુ તેઓ માનવા તૈયાર ન હતા. આ હડતાળના કારણે કુલ 6 માલગાડીઓ ઠપ થઈ ગઈ હતી. અસરગ્રસ્ત આ માલગાડીઓ યાર્ડમાં માલ ઉતારવાની હતી.મોડે મોડે સમાધાન થઇ શક્યું હતું.જોકે કામદારોએ 11મી સુધીમાં માંગ ન સંતોષાય તો ફરી હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...