કડક વલણ:GSTમાં મિલકતના એટેચમેન્ટ મામલે હાઇકોર્ટનું કડક વલણ, દર વર્ષે 100 કરોડથી વધુની મિલકતો એટેચ થાય છે

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીએસટીમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતા પી.ઓ. (પ્રોવિઝનલ એટેચમેન્ટ)ના કેસમાં કરવામાં આવતી ભારોભાર લાલિયાવાડી સામે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. જીએસટીમાં વર્ષે દહાડે વેપારના મુદ્દામાલ સહિતના કેસમાં એવરેજ 70 કરોડ રૂપિયાથી વધુનું એટેચમેન્ટ કરવામાં આવતુ હોય છે. વેપારીના ધંધાકીય સ્થળ, ગોડાઉન, વાહન, અને માલ પર પ્રોવિઝનલ એટેચમેન્ટ થતું હોય છે.

એકવાર પ્રાેવિઝનલ એટેચમેન્ટ થયા બાદ વેપારી જે તે મિલકતને વેચી શકતો નથી. અધિકારી ઇચ્છે તો પ્રાેવિઝનલ એટેચમેન્ટને રિન્યુ પણ કરી શકે છે. પરંતુ કેટલાંક કેસમાં જોવામાં આવ્યુ હતુ કે રિન્યુ વગર જ પ્રાેવિઝનલ એટેચમેન્ટને એક વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પ્રાેવિઝનલ એટેચમેન્ટ દુર કરવામાં આવતો નથી. આથી આવા જ એક કેસમાં એડવોકેટ અવિનાશ પોદ્દાર મારફત હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.

ITમાં મહત્તમ બે વર્ષ
આવકવેરા વિભાગમા પણ સમયાંતરે દરોડા દરમિયાન પ્રોવિઝનલ એટેચમેન્ટ થતાં હોય છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે પી.ઓ. સામાન્ય રીતે છ મહિનાનો હોય છે, પછી અધિકારી તેને રિન્યુ કરી શકે છે. મહત્તમ તે બે વર્ષ સુધી લંબાઈ શકે. નોંધનીય છે કે દરોડા દરમિયાન સામાન્ય રીતે કરોડો રૂપિયાના પી.ઓ. થતાં હોય છે. હાલ આઇટીમાં પી.ઓ. સિવાયની 100 કરોડથી વધુની પ્રોપર્ટી એટેચ છે. જેની ગમે ત્યારે હરાજી પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...