વડોદરામાં આજે રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડોદરાના વડોદરાના પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી વીડિયો કોન્ફરન્સથી, જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં જોડાયા હતા. જ્યાં અર્થસંઘવીએ કહ્યું કે, રામનવમીની શોભાયાત્રામાં જેણે પણ પથ્થરો ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે.
ડીજીપી સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા
વડોદરામાં રામનવમીને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો અને મામલો તંગ બન્યો હતો. જેને લઇ વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્યના ડીજીપી વિકાસ સહાય, વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિપાણી ઉપસ્થિત ઘટનાની સમીક્ષા કરી હતી.
પથ્થર ફેકનાર સામે કડક કાર્યવાહી કરાશે: હર્ષ સંઘવી
આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં રામનવમીને લઈ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી રહી હતી. તે દરમિયાન શહેરની શાંતિને દહોળવાનો પ્રયાસ કરાયો છે. રામનવમીની આ યાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે લોકો ફરી ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. પથ્થર ફેકનાર તમામને શોધી શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ યાત્રામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં આજે પથ્થર ફેકનાર 15થી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 354થી વધુ કેમેરાથી આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે તમામને શોધી શોધીને તમામ ગુનેગારો પર કડક એક્શન લેવામાં આવશે. આ ઘટના બન્યા બાદ ખૂબ જ અનુભવી અધિકારીઓને પણ વડોદરા મોકલવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાને લઇ સમીક્ષા કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.