તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Strict Action Will Be Taken Against Those Who Celebrate Thirty First In Public Or By Gathering Crowds In Surat: Commissioner Of Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી જાહેરમાં કે ટોળા ભેગા કરીને કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે-પોલીસ કમિશનર

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનરે નવા વર્ષની ઉજવણી સંયમપૂર્વક ન કરનાર સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી. - Divya Bhaskar
પોલીસ કમિશનરે નવા વર્ષની ઉજવણી સંયમપૂર્વક ન કરનાર સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી.
  • અજયકુમાર તોમરે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં સંયમ દાખવવા અપીલ કરી

શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી કરવા પોલીસ કમિશનરે અપીલ કરી છે. પોલીસ કમિશનરે શહેરીજનોને કહ્યું કે, હાલ કોરોના સંક્રમણની સ્થિતિ છે. છેલ્લા માર્ચ મહિનાથી દરેક તહેવાર ઘરમાં જ પરિવાર સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી સંયમિત રીતે અને મર્યાદામાં કરવાની રહેશે. સાથે જ રાત્રિ કર્ફ્યૂ નવ વાગ્યાથી અમલમાં રહેશે. બીજી તરફ જાહેરમાં ઉજવણી કરનારા કે ટોળા ભેગા કરનારા અને થનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ કમિશનરે જણાવ્યું છે.

સંયમ રાખવા અપીલ
પોલીસ કમિશનરે કહ્યું કે, યુવાનો અને લોકો દ્વારા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. જો કે, હાલની કોરોનાની સ્થિતિને જોતા આગામી સમયમાં આવતાં તહેવારોમાં અગાઉ જે રીતે સંયમ જાળવી રાખ્યો હતો તે રીતે જ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.

કડક કાર્યવાહી કરવામાં આવશે
થર્ટી ફર્સ્ટના દિવસે પણ રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવશે તેમ ઉમેરતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે, પ્રતિબંધનો ભંગ કરીને પાર્ટી કે જાહેરમાં ટોળા ભેગા કરીને સંક્રમણ વધે તેવા કોઈ પણ પ્રયાસને સાંખી લેવાશે નહી અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો