• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Stranger Fed Biscuits In Bus And Surat Businessman Unconscious, Lost Consciousness For 36 Hours, Cash Worth Rs 1.94 Lakh Including Jewelery Missing

મુસાફરો સાવધાન:અજાણ્યાએ બસમાં બિસ્કીટ ખવડાવ્યા ને સુરતનો વેપારી બેભાન થઈ ગયો, 36 કલાકે હોંશ આવતા રોકડ દાગીના સહિત 1.94 લાખની મતા ગૂમ હતી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. - Divya Bhaskar
વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
  • અમદાવાદના સીટીએમથી વેપારી રાત્રિના પોણા બાર વાગે લક્ઝરી બસમાં બેઠો હતો

મુસાફરી વખતે અજાણ્યા પાસેથી કોઈપણ વસ્તુ ખાતા પહેલા સાવધાન કરાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદથી સીટીએમ ચાર રસ્તાથી સુરત આવવા નીકળેલા વેપારીને અજાણ્યાએ લક્ઝરી બસમાં બિસ્કીટ ખવડાવી દીધા હતા. જેના કારણે સુરતનો વેપારી બેભાન થઈ ગયો હતો. 36 કલાક બાદ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે, તેના દાગીના રોકડ સહિત 1.94 લાખની માતા ગુમ હતી. જેથી વેપારીએ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચંદન પીરના મેળામાં ગયા હતા
વાલ્મીકભાઈ ચંદનભાઈ મહેશ્વરી જયરાજ સોસાયટી,ઈચ્છાપોર નંબર-૩,હજીરા રોડ પર રહે છે. મૂળ રાજસ્થાનના વતની હોવાથી માતા સાથે અમદાવાદમાં બીજના રોજ ભરાતા ચંદન પીરના મેળામાં ગયા હતા. માતા અને સંબંધીને ત્યાં અમદાવાદ જ રાખીને પોતે 29 મીના રોજ રાત્રે પોણા બાર વાગ્યે સુરત આવવા નીકળ્યા હતા. સીટીએમ ચાર રસ્તા પરથી હાથ ઊંચો કરીને વગર બુકિંગે ખાનગી બસમાં સુરત આવવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં અજાણ્યો મુસાફર તેને ભેટી ગયો હતો. થોડી વાતચીત બાદ અજાણ્યાએ બિસ્કીટ ખવડાવ્યા હતા

રોકડ દાગીના લઈ લેવાયા
​​​​​​​
વાલ્મિકભાઈને કેફી દ્રવ્ય નાંખેલ પાર્લેજીનું બિસ્કીટ ખવડાવી બેભાન કરી ગળામાં પહેરેલ એક સોનાની ચેઈન જેનું વજન આશરે એક તાલાનું હશે જેની કિંમત આશરે રૂપીયા 50000, તેની સાથે સોનાનુ પેંન્ડલ જેનું વજન આશરે 5 ગ્રામ જેટલુ હશે જેની કિંમત આશરે રૂપિયા 3508, જમણા હાથમા બે સોનાની વિંટી જે બંન્નેનુ વજન આશરે એક તોલાનુ હશે જેની કિંમત આશરે રૂપિયા 90000, ડાબા હાથમા એક સોનાની વિંટી જેનુ વજન આશરે પોણા તોલાની જેની કિંમત આશરે રૂપિયા 35000 અને આશરે રોકડા રૂપીયા 16000 મળી કુલ્લે 1.94 લાખની ચોરી કરી હતી.

36 કલાકે હોંશમાં આવ્યા
​​​​​​​
વાલ્મિક ભાઈએ જણાવ્યું હતું કે, 29મીએ મારી સાથે શું થયું એ પણ મને ખાસ યાદ નહોતું. મને જ્યારે હોંશ આવ્યા ત્યારે 36 કલાક વીતી ગયા હતા અને હું હોસ્પિટલમાં હતો. મારા સંબંધીઓ મને હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં મને જાણ થઈ હતી કે, મારા શરીર ઉપર લાગેલા દાગીનાની ચોરી થઈ ગઈ છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...