તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:બસોની અવરજવર બંધ કરો, RTO એડવાન્સ ટેક્સ માફ કરો, સંચાલકો

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • RTOએ મહારાષ્ટ્ર જતી ખાનગી બસો માટે બેઠક કરી હતી
 • આરટીઓએ ખાનગી બસોને નોનયુઝમાં કન્વર્ટ કરવા કહ્યું

સુરતથી મહારાષ્ટ્ર જતી ખાનગી બસોની ટ્રિપ બિનસત્તાવાર રીતે રદ કરાઈ રહી છે. 5મી એપ્રિલે શહેરના ખાનગી બસ ઓપરેટર સાથે એક ગુપ્ત બેઠક કરાઈ હતી.જેમાં બસ ઓપરેટરોને મહારાષ્ટ્રની ટ્રીપો રદ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના પર બસ ઓપરેટરો દ્વારા તેમને લેખિત આદેશ આપવાની માંગ કરાઇ છે. સરકાર તરફથી આવો કોઇ આદેશ ન હોવાથી આરટીઓ લેખિતમાં આપવા તૈયાર નથી. આ બાબતમાં બીજી તરફ ખાનગી બસ ઓપરેટરો આરટીઓ પાસે એવી માંગ કરી રહ્યા છે કે જો તેમની બસોની ટ્રીપ રદ કરવામાં આવી રહી છે તો આ સ્થિતિમાં અમારા ટેક્સ પણ માફ કરવા દેવા જોઇએ.

ખાનગી બસોની 80 ટકા ટ્રીપ રદ કરાઈ
ખાનગી બસ ઓપરેટરો દ્વારા ટેક્સ માફ કરવાના મુદ્દા પર આરટીઓએ બસ ઓપરેટરોથી માંગણી કરતાં કહ્યું કે જો ટેક્સ માફ કરાવવો હોય તો તમારે આગામી એક મહિનાનો ટેક્સ એડવાન્સમાં જમા કરાવવો પડશે અને બસને નોનયુઝમાં કન્વર્ટ કરાવી પડશે. જોકે હાલના સંજાગોમાં મહારાષ્ટ્ર તરફ બસ ઓપરેટ કરવાવાળા ખાનગી બસ સંચાલકો મુંઝવણમાં છે. કારણકે ગુજરાત આરટીઓના દબાણના કારણે ખાનગી બસોની મહારાષ્ટ્ર તરફની લગભગ 80 ટકા જેટલી ટ્રીપ રદ કરવામાં આવી છે.

દર મહિને 40 હજાર રૂપિયાનો ટેક્સ
​​​​​​​એક ખાનગી બસ ઓપરેટરે જણાવ્યું કે એમ તો અમે લોકડાઉનના પિરીયડ બાદથી જ નુકસાનમાં છીએ. મુસાફરો મળે કે ન મળે બંને સ્થિતિમાં ટેક્સ આપવો પડી રહ્યો છે. ગુજરાત સરકારને અમે 40 હજાર ટેક્સ આપી રહ્યા છીએ. જ્યારે મહારાષ્ટ્ર સરકારને 25 હજાર રૂપિયા ટેક્સ આપી રહ્યા છીએ. સુરતથી દરરોજ 70 બસો મહારાષ્ટ્રના મુંબઇ, પુણે જેવા શહેરોમાં સંચાલિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો