તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘પ્રતિબંધિત ભારે વાહનોને શહેરમાં પ્રવેશતા અટકાવો’

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક એસીપીને આવેદન આપી પગલાં લેવા રજૂઆત

શહેર પોલીસ દ્વારા શહેરમાં હેવી વાહનોને પ્રવેશ અંગે સમય નક્કી કરેલો હોવા છતાં પણ કોઈપણ સમયમાં હેવી વાહનો શહેરમાં પ્રવેશ કરીને જાહેરનામાનો ભંગ કરતા હોવાની રાવ સરથાણા વિસ્તારના અલ્પેશ ડોંડાએ ટ્રાફિક વિભાગના એસીપીને કરી. લેખિત અરજીમાં જણાવ્યું હતું કે હેવી વાહનો માટે પ્રવેશવા નો સમય નક્કી હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની પાબંદી વગર ગમે ત્યારે લક્ઝરી બસ ટ્રકો જેવા હેવી વાહનોની આવ-જા કરતા જોવા મળી રહ્યા છે. તેના કારણે કોઈપણ વખતે અકસ્માત સર્જાવાની સંભાવના પણ નકારી શકાય નહીં.

ટ્રાફિક એસીપી ઝેડ. એ. શેખને આપેલી લેખિત અરજીમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ હેવી વાહનોને નહીં અટકાવતા ગંભીર અકસ્માત થઇ શકે છે સત્વરે પગલા લઇ પ્રતિબંધ સમયમાં હેવી વાહનો શહેરમાં પ્રવેશ નહીં તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...