નોટિસ:હેરાન કરવાનું બંધ કરો: ખેડૂતોની સરકારને નોટિસ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનમાં ખેડૂતો ન જોડાઇ તે માટે પોલીસ દ્વાર ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે ખેડૂત આગેવાનોને હેરાન કરાતા હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ, ખેડૂત સમાજ સહિત 10 ખેડૂત સંગઠનોએ રાજ્યના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ડીજીપી, અમદાવાદ,રાજકોટ અને સુરતના પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે.

નોટિસમાં જણાવ્યું છે કે, ખેડૂતોના બંધના એલાનથી પોલીસ ખેડૂત અગ્રણીઓને ખોટી અને ગેરબંધારણીય રીતે હેરાન કરી અટકાયત કરી રહી છે. રાત્રે ખેડૂત અગ્રાણીઓના ઘરે જઈ પોલીસ કાર્યક્રમ અંગે પુછે છે.ગુજરાત HCમાં પિટિશન દાખલ કરવાની ખેડૂત સંસ્થાઓએ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...