હુમલો:કાપોદ્રામાં દબાણ હટાવવા માટે ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો,1ને ઈજા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રામાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો કરાયો - Divya Bhaskar
કાપોદ્રામાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો કરાયો
  • રસ્તા પર ઊભેેલી ઈંડાની લારીને ટેમ્પોમાં મુકતા હુમલો થતા બેલદાર લોહીલુહાણ
  • કોર્પોરેટરની ફરિયાદના આધારે વરાછા ઝોન-એ દબાણ ખાતાની ટીમ સ્થળ પર પહોંચી હતી

કાપોદ્રામાં દબાણ હટાવવા માટે ગયેલી મનપાની ટીમ પર શનિવારે પથ્થરમારો કર્યો હતો જેમાં 1 લેબદાર લોહી લુહાણ થયો હતો. તેમજ હુમલામાં સરકારી ટેમ્પાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, વરાછા ઝોન- એમાં કોર્પોર્રટર કુંદનબેન કોઠિયાએ ફોનથી જાણ કરી હતી કે શ્રીરામ નગર વસાહત રોડ પર દબાણ છે તે દુર કરાવો. આવી ફરિયાદના આધારે વરાછા ઝોન-એના દબાણ ખાતાના સુપરવાઇઝર ઇજનેર રાહુલ મોતીભાઈ પટેલ સ્ટાફ સાથે સરકારી વાહન લઈને શ્રીરામ નગર વસાહત ગયા હતા. ત્યાં રોડ પર ઇંડાની 2 લારીવાળાઓએ દબાણ કર્યું હતું. 1 લારી કોર્પોરેશનના સ્ટાફે સરકારી ટેમ્પોમાં ચઢાવી દીધી હતી. બીજી લારીવાળો લારી લઈને ભાગી રહ્યો હતો. ઇજનેર રાહુલ પટેલ સ્ટાફ સાથે લારીવાળા પાછળ ભાગ્યા હતા. તે સમયે 4 અજાણ્યાઓએ ટેમ્પોમાં સ્ટાફે જે લારીઓ ચઢાવી હતી તે લારીઓ જબરજસ્તી છોડાવવા માટે બેલદાર સાથે ઝઘડો કર્યો હતો.

સરકારી ટેમ્પોનો ડાબી બાજુનો સાઇડ ગ્લાસ તોડી નાખ્યો હતો. તેમજ બોનેટ પર લાકડા મારી નુકસાન પહોંચાડ્યું હતું. દરમિયાન ટોળામાંથી કોઈએ પથ્થરનો ઘા મારતા બેલદાર ગોવિંદ દેવજીભાઈ ગીલાતરને મોઢા પર પથ્થર વાગ્યો હતો. તે લોહીલુહાણ થઈ બેભાન થયો હતો. સ્ટાફના લોકો ઇજાગ્રસ્ત ગોવિંદ ગીલાતરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હોઠ પર બે ટાંકા લેવા પડ્યા હતા. તે સમયે મોડું થયું હોવાથી ફરિયાદ દાખલ કરી નહતી. બાદમાં બીજા દિવસે ઈજનેર રાહુલે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...