ક્રાઈમ:સુરતના મેડીકલ ટ્રસ્ટમાં ચાર્જીંગમાં મુકેલો મોબાઈલ ફોન ચોરી યુવાન ફરાર, ઘટના CCTVમાં કેદ

સુરત8 મહિનો પહેલા
ચોરી કર્યા બાદ યુવક ભાગતો પણ સીસીટીવીમાં કેદ થયો.
  • પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી

સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ખ્વાજા ગરીબ નવાઝ મેડીકલ ટ્રસ્ટમાં મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. એક અજાણ્યો ઇસમ ચાર્જીંગમાં મુકેલો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઇ જાય છે. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે

તસ્કરે ખ્વાજા ગરીબ નવાઝ મેડીકલ ટ્રસ્ટને નિશાન બનાવ્યું સુરતમાં દિવસેને દિવસે મોબાઈલ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. મોબાઈલ અને ચેઈન સ્નેચરો બિન્દાસપણે ઘટનાને અંજામ આપી રહ્યા છે. પરંતુ હવે મેડીકલ ટ્રસ્ટમાંથી પણ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતના અઠવા વિસ્તારમાં ખ્વાજા ગરીબ નવાઝ મેડીકલ ટ્રસ્ટ આવેલું છે. અહી એક મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે.

ચોરી કરી ફરાર થઈ ગયો.
ચોરી કરી ફરાર થઈ ગયો.

28 મેની ઘટનાના સીસીટીવી સામે આવ્યા
ગત 28 તારીખે એક ઇસમ અહી આવ્યો હતો. અને થોડી વાર માટે ખુરશી પર બેઠો હતો. બાદમાં તકનો લાભ લઇ ત્યાં ચાર્જીંગમાં રહેલો એક મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઇ જાય છે. આ ઘટના બપોરે 1.20 આસપાસ બની હતી. ભરબપોરે અજાણ્યો ઇસમ ત્યાંથી મોબાઈલ ફોનની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે.

તકનો લાભ લઈ પલભરમાં મોબાઈલ ચોરી તસ્કર ફરાર થઈ ગયો.
તકનો લાભ લઈ પલભરમાં મોબાઈલ ચોરી તસ્કર ફરાર થઈ ગયો.

પલભરમાં મોબાઈલ ચોરી કરી યુવાન ફરાર
ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે એક ટોપી પહેરેલો ઇસમ ત્યાં ખુરશી પર બેસે છે. અને બાદમાં તકનો લાભ લઇ ત્યાં ચાર્જીંગમાં મુકેલો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ જાય છે. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.