આપઘાત:સુરતમાં શેરબજારના રોકાણકારે ભાગીદારોની રૂપિયાની માગણીથી ત્રાસીને ફાંસો ખાધો,સુસાઈડ નોટ મળી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરી લેનાર યુવકના છ મહિના પહેલા જ લગ્ન થયાં હતાં.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
આપઘાત કરી લેનાર યુવકના છ મહિના પહેલા જ લગ્ન થયાં હતાં.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોધી તપાસ આદરી

સુરતના અલથાણમાં શેર બજારના એક રોકાણકારે ભાગીદારોની વારંવારની રૂપિયાની માંગણીથી ત્રાસીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. અમિત સુથારે 6 મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં. 25 લાખ શેર બજારમાં નાખ્યા બાદ પણ વધુ રકમ માગી ભાગીદારો દબાણ કરતા હોવાની પોલીસને સુસાઈટ નોટ મળી આવતાં પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રૂમમાં સૂવાનું કહ્યા બાદ ફાંસો ખાધો
બિનલ સુથાર (મૃતક અમિતની પત્ની) એ જણાવ્યું હતું કે, મારા લગ્ન 30 ડિસેમબર 2020માં જ થયા હતા. અમિત એક નેશનલ બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. શેર બજારમાં મિત્રો સાથે ભાગીદારીમાં રોકાણ પણ કરતો હતો. શુક્રવારે બપોરે અમિત એ ફોન કરીને કહ્યું કે, મારી તબિયત સારી નથી. હું સુઈ જાઉં છું. તને લેવા નહીં આવી શકું. તું રિક્ષામાં ઘરે આવી જજે, હું સાંજે ઘરે આવીને દરવાજો ખખડાવતી રહી પણ અમિતે ખોલ્યો નહિ. હું ગભરાય ગઈ ને પાડોશીને મદદ માટે બોલાવ્યા, ઘણા પ્રયાસ બાદ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો તો અમિત બેડ રૂમમાં પખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ, હું શોકમાં પડી ગઈ હતી. ચીચયારીઓ પાડી તો આજુબાજુ વાળા બધાં જ ભેગા થઈ ગયાં, મને ખબર જ નહીં પડી કે અમિતનું આવું અંતિમ પગલું ભરવા પાછળ નું કારણ શું હોય શકે.

પોલીસે સુસાઈડ નોટ કબ્જે કરી
પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. અમિતના ખીસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કમલેશ પટેલ અને ભાર્ગવ ચૌધરીએ મારી પાસે 25 લાખ લીધા બાદ શેર બજારમાં રોકાણ કરવા માટે વધુ પૈસા માગી રહ્યા હોવાનું ઉલ્લેખ કર્યો હતો. અમિત એક મહિનાથી માનસિક તણાવમાં રહેતો હતો. પણ પૂછવા છતાં કશું પણ કહેતો ન હતું. હાલ સુસાઇડ નોટ પોલીસે કબજે લીધી છે.

કમલેશ અને ભાર્ગવની પૂછપરછ થશે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત આપઘાત કેસમાં તપાસ ચાલી રહી છે. કમલેશ અને ભાર્ગવ સમયે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ કરાઈ રહી છે. બન્નેના લોકેશન અલગ અલગ દિશામાં હોય એમ સામે આવી રહ્યા છે. અમિત આપઘાત કેસમાં કમલેશ અને ભાર્ગવની પૂછપરછ બાદ આખો કેસ સામે આવી શકે છે. હાલ ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે.