એજ્યુકેશન:આજથી ધો. 9થી 12ની પહેલી ઓફલાઇન પરીક્ષા લેવાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય પ્રવાહમાં 20 માર્કના ઓબ્જેક્ટિવ અને 80 માર્કના વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે

સોમવારથી ધોરણ-9 થી 12ની પહેલી કસોટી શરૂ થશે. જે 27 ઓક્ટોબર સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ પહેલી કસોટી ફરજિયાત સ્કૂલ પર આવીને ઓફલાઇન આપવાની રહેશે. ધોરણ-9 થી 12 સામાન્ય પ્રવાહમાં 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો તેમજ 80 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ગુણના એમસીક્યુ અને 50 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે.

ધોરણ 9 થી 10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ધોરણ 11 થી 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ અને ગણિત તથા સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી, નામાના મુળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયોની પરીક્ષા લેવાશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કોવિડ ગાઈડ લાઈનનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે.

20% ખાનગી સ્કૂલોમાં પહેલી કસોટી પૂર્ણ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના વિરોધને જોતા બોર્ડે પહેલી કસોટીના પરિપત્રમાં સુધારો કર્યો છે. જે મુજબ સ્કૂલો પોતાની રીતે પેપર તૈયાર કરી પરીક્ષા લઇ શકશે. તેવામાં જ ખાનગી સ્કૂલોમાં પહેલી કસોટી પૂર્ણ થઈ ગઈ છે તો ઘણાની ચાલી રહી છે. જે ત્રણથી ચાર દિવસમાં પૂર્ણ થઈ જશે.

ગાઇડલાઇનનું પાલન ન થાય તો કાર્યવાહી
પરીક્ષા દરમિયાન કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. અમારી ટીમ ઇન્સ્પેક્શન કરશે. જો કોઇપણ સ્કૂલની બેદરકારી જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થી કે વાલીઓ અમને ફરિયાદ કરી શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલ પર જઈ ઓફલાઇન કસોટી આપવાની રહેશે.> એચ. એચ. રાજ્યગુરૂ, ડીઇઓ

અન્ય સમાચારો પણ છે...