રજૂઆત:ધો. 9માં 82 ટકાથી ઓછા ગુણ પર સુમનમાં પ્રવેશ નહીં મળવાની રાવ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનન્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે મેયરને રજૂઆત કરી

પાલિકા સંચાલિત સુમન હાઇસ્કૂલમાં ધો.8માં 82 ટકા લાવનાર વિદ્યાર્થીઓને જ ધો.9માં પ્રવેશ અપાતો હોવાની ફરિયાદ ઉઠી છે. જેના કારણે 82 ટકા નહિં લાવનારા ગરીબ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. જેથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. આ મામલે અનન્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે મેયર, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

ફરિયાદ મુજબ, શાળામાં ધોરણ 8માં પાસ થયેલા ગરીબ વિદ્યાર્થીઓ મનપાની સુમન શાળામાં ધો.9માં પ્રવેશ લેતા હોય છે. જો કે ધો.8 પાસ કરી ગયેલા વિદ્યાર્થીઓને સુમન શાળામાં ધો.9માં પ્રવેશ આપવામાં મનાઇ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ 82 ટકાની ઉપર માર્કસ મેળવ્યા છે. ફક્ત તેમને ધો.9માં પ્રવેશ આપવા જણાાવવામાં આવે છે.

નોંધનીય છે કે, વર્ગોમાં સંખ્યા થઇ જતી હોય તો પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓની જવાબદારી પાલિકાની છે આ અંગે ગરીબ વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. આ સંદર્ભે સુમન સેલના અધિકારીએ જણાવ્યું હતું કે, આવી કોઈ ફરિયાદ હજુ મારા સુધી આવી નથી. તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...