એજ્યુકેશન:ધો. 9થી 12ની પ્રથમ પરીક્ષા ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધો-9થી 12ની પહેલી પરીક્ષા ખાનગી સ્કૂલો પોતાની રીતે પેપર તૈયાર કરીને લઇ શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડે સુરત સહીત રાજ્યભરમાં ધો-9થી 12ની પહેલી પરીક્ષા 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાનો નિર્ણય કર્યો હતો. પણ આ પહેલી પરીક્ષાનો સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો હતો. જે પછી ગુજરાત શિક્ષણ બોર્ડે તે પરિપત્રમાં સુધાર કર્યો છે. જેમાં ખાનગી સ્કૂલો પહેલી પરીક્ષા પોતાની રીતે પેપર તૈયાર કરી લઇ શકે એવો ઓપ્શન અપાયો છે. પરિપત્રમાં એવું પણ લખાયું છે કે કોરોનાની મહામારીને કારણે દરેક સ્કૂલોમાં એક સરખા ક્લાસ ચાલ્યા ન હોવાની સંભાવના છે. જેને કારણે ઓપ્શન અપાયો છે. સ્કૂલો પોતાની રીતે પેપર તૈયાર કરી પોતાની રીતે પરીક્ષા લઇ શકશે.

અહીં વાત એવી જણાય આવી છે કે,સોમવારે જ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ આનંદ જીંજાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને આદેવન પત્ર આપ્યું હતું. જેમાં લખાયું હતું કે શિક્ષણ બોર્ડે રાજ્યમાં એક સમાન પહેલી પરીક્ષા લેવા માટેનો આદેશ કર્યો છે. તેની સામે ખાનગી સ્કૂલોને વિરોધ છે. કારણ કે, કોરોનાને લઈ ખાનગી સ્કૂલોમાં એક સરખા ક્લાસ ચાલ્યા નથી. જેથી ખાનગી સ્કૂલો શિક્ષણ બોર્ડની પહેલી પરીક્ષા લેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...