તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ધો. 10ના રિઝલ્ટમાં ધો. 9ની સાથે ધો. 8ના પણ માર્ક્સ ગણવા જરૂરી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની પહેલી લહેરને લીધે ધો. 9માં પણ માસ પ્રમોશન અપાયું હતું
  • પહેલી લહેરમાં ઓનલાઈન પરીક્ષામાં વધુ ગુણ અપાયા હતા : નિષ્ણાંતો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10માં માસ પ્રમોશન આપ્યા બાદ રિઝલ્ટ તૈયાર કરવાની ગાઇડ લાઇન જાહેર કરી છે. જો કે, તે ગાઇડલાઇનમાં ખામી હોવાનું સુરતના એજ્યુકેશન એક્સપર્ટ ડો. કેતન શેલતનું કહેવું છે. તેમણે કહ્યું કે, ધો. 9માં કોરોનાની પહેલી લહેરના કારણે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી શકાયું ન હતું. જેથી પહેલી અને બીજી પરીક્ષા ઓનલાઈન લેવાઈ તેમાં પણ વધુ ગુણ અપાયા હતા. જેથી તે ગુણ લેવા યોગ્ય નથી.

ધો.9માં પણ માસ પ્રમોશન અપાયું હોવાથી ધો.8ના ગુણ પણ ધ્યાને લેવા જોઈતા હતા. બીજો મુદ્દો એ છે કે, ધો.10ની માર્ચ 2021માં પહેલી કસોટી લેવાઈ હતી ત્યારે કોરોનાની બીજી લહેર હતી જેથી કેસ વધુ હતા. ગામડામાં ઈન્ટરનેટની સમસ્યા હતી. જેથી ઘણા વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યા ન હતા. આ ગાઈડલાઈનમાં જણાવ્યું કે, પરીક્ષા ન આપી હોય તો શૂન્ય માર્ક્સ આપવા. જેથી વિદ્યાર્થીઓને મોટું નુકશાન થશે. ત્રીજો મુદ્દો એ છે કે, ગાઈડલાઈનમાં પૂરક પરીક્ષાનો પણ વિકલ્પ અપાયો નથી. જેથી ધો. 10ના રિઝલ્ટની ગાઈડલાઈનમાં સુધારો કરી ધો.8,9 અને 10 એમ ત્રણ વર્ષના માર્ક્સને ધ્યાને લેવાની જરૂર છે.

શહેર -ગામના િવદ્યાર્થીઓમાં ભેદભાવ
ગાઇડલાઇનમાં રિઝલ્ટ તૈયાર કરવામાં અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દીના માર્ક્સ ગુજરાતી માર્ક્સના આધાર પર મૂકવા જણાવ્યું છે. તે યોગ્ય નથી. ધો.10ની પ્રથમ સામાયિક કસોટી શહેરમાં ઓનલાઇન અને દક્ષિણ ગુજરાતના ગામડામાં ઓફલાઇન લેવાય હતી. જેથી ઓનલાઇન પરીક્ષા અાપનાર વિદ્યાર્થીઓને વધુ માકર્સ આપ્યા હતા. જેથી તે યોગ્ય ન હોય આ રિઝલ્ટથી વિદ્યાર્થીઓને નુકશાન થશે. > દિનકર નાયક, એજ્યુકેશન એક્સપર્ટ

સાયન્સ કે કોમર્સ લેવુ તે અંગે મંૂઝવણ
​​​​​​​ધો. 10ની રિઝલ્ટની ગાઇડલાઇનને જોતા હોંશિયાર વિદ્યાર્થીઓને મોટું નુકશાન થશે. આ રિઝલ્ટ તૈયાર થયા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને ખબર જ નહીં પડશે કે ધો.11માં કોમર્સ લેવું કે પછી સાયન્સ? આમ તેની સીધી અસર ધોરણ 11ની પરીક્ષા અને પરિણામ પર પડશે. જેથી આ ગાઈડલાઈનમાં વહેલીતકે સુધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહેશે. > ડો. કેતન શેલત, એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...