તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ધો. 10-12ના છાત્રો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરોઃ શિક્ષણબોર્ડ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

11 જાન્યુ., 2021ના સોમવારથી ધોરણ-10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ થઈ ગઈ છે. તેવામાં જ શિક્ષણ બોર્ડે શાળાઓને ઓનલાઇન હાજરી પૂરવાનો આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડે જિલ્લા શિક્ષણાધિકારીની સાથે શાળાને પરિપત્ર કરી જણાવ્યું છે કે કોવિડ-19 એટલે કે કોરોના વાયરસની મહામારી બાદ 11 જાન્યુઆરી, 2021ના સોમવારથી શાળા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારથી લેવાયો છે. જેને કારણે પહેલાની જેમ જ શાળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવાની રહેશે. 11 જાન્યુઆરી, 2021ના સોમવારના દિવસે સુરત શહેર અને ગામડાની શાળામાં પહેલા દિવસે 65થી 75% વિદ્યાર્થીઓની હાજરી હોવાનો દાવો ખાનગી શાળાઓએ કર્યો હતો. પણ મોટાભાગની ખાનગી શાળાઓએ ઓનલાઇન હાજરી નહીં પૂરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂ જણાવે છે કે ખાનગી શાળાઓએ નિયમિત વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવાની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser