તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ પર સરવે:ધો. 9થી 12ની શાળા શરૂ થયા બાદ 68% વિદ્યાર્થી-વાલીઓએ કહ્યું કે, ‘ઓનલાઇન કરતા ઓફલાઇન એજ્યુકેશન વધુ સારૂ છે’

સુરત16 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
 • કૉપી લિંક
 • 1800 છાત્રોમાંથી 52% ઓફલાઇન તો 48% ઓનલાઇન શિક્ષણ લે છે

ધોરણ-10 અને 12ની શાળા શરૂ થયાને 35 દિવસ તો ધોરણ-9 અને 11ની શાળા શરૂ થયાને 15 દિવસ પૂર્ણ થયા છે. તેવામાં જ 68% વિદ્યાર્થીઓ અને વાલીઓ જણાવે છે કે, “ઓનલાઇન કરતા ઓફલાઇન એજ્યુકેશન વધુ સારૂ છે’. વનિતા વિશ્રામ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. અનિષા મહિડાએ ધોરણ-9થી 12ની શાળા શરૂ થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન એજ્યુકેશન પર સરવે કર્યો હતો. જેમાં 68.5% વાલીઓ અને 68.8% વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, “ઓફલાઇન એજ્યુકેશન વધુ સારૂ છે’. તે સાથે 22.2 % વાલીઓ અને 19.3% વિદ્યાર્થીઓ કહે છે કે, “ઓનલાઇન અને ઓફલાઇન બન્ને એજ્યુકેશન સારૂ છે’ તેમજ 9.3% વાલીઓ અને 11.9% વિદ્યાર્થીઓ કહે છે કે, “ઓનલાઇન એજ્યુકેશન વધુ સારૂ છે’.

વાત એવી છે કે પ્રિન્સિપાલ ડો. અનિષા મહિડાએ 1800 વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પ્રશ્નો પુછીને સરવે કર્યો છે. જેમાં 51.7% વિદ્યાર્થીઓ ઓફલાઇન એજ્યુકેશન તો 43.3% વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન લઈ રહ્યા છે. તે સાથે ઓફલાઇન એજ્યુકેશનથી 92.9% વિદ્યાર્થીઓ-શિક્ષકોની સહભાગદારી વધી શકે છે તો ઓનલાઇન એજ્યુકેશનથી 7.1% વિદ્યાર્થીઓની સહભાગીદારી વધી શકે છે.

98% છાત્રો શિક્ષકોને પ્રશ્ન પુછી મુંઝવણ દૂર કરતા થયા
ઓફલાઇન શિક્ષણ બાદ 98.2% વિદ્યાર્થીઓ પ્રશ્નો શિક્ષકોને પુછી મુંઝવણ દૂર કરતા થયા છે. તે સાથે ઓનલાઇનમાં 54.4% વિદ્યાર્થીઓ પ્રશ્નો શિક્ષકોને પુછતા હતા અને મુંઝવણ દુર કરતા થયા હતા.

ઓનલાઇનમાં 32% વાલીનો ખર્ચ વધ્યો
સરવેમાં 36.7% વાલીઓએ કહ્યું છે કે ઓનલાઇન કરતા ઓફલાઇન એજ્યુકેશનમાં ખર્ચ વધ્યો છે. આ સાથે 31.8% વાલીઓએ કહ્યું છે કે ઓનલાઇનનો ખર્ચ વધુ હતો તો 31.5% વાલી કહે છે કે કોઈ ફેરફાર થયો નથી, ખર્ચ સરખો જ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો