કોરોના સંક્રમણ:ધો. 8નો વિદ્યાર્થી પોઝિટિવ વિદ્યાકુંજ 7 દિવસ માટે બંધ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એલપી સવાણીની પોઝિટિવ વિદ્યાર્થિનીના ભાઈને ચેપ લાગ્યો, 71નાં ટેસ્ટિંગ કરાયાં

પાલનપુરની વિદ્યાકુંજ શાળામાં ધો. 8માં અભ્યાસ કરતો 14 વર્ષિય વિદ્યાર્થી સંક્રમિત થતાં પાલિકાએ શાળા 7 દિવસ માટે બંધ કરાવી છે. મહત્તવની વાત એ છે કે, વિદ્યાર્થીઓ હોમ આઇસસોલેશનમાં રહી સ્વસ્થ થઇ જતા ચિંતાનું કોઇ કારણ નથી. શહેરમાં બુધવારે કોરોનાના વધુ 4 કેસ સામે આવ્યા છે, જેમાં રાંદેરમાં 2, અઠવા અને ઉધનામાં 1-1 કેસ નોંધાયા છે.

રાંદેરમાં આવેલા બે કેસમાંથી એક વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થી વિદ્યાકુંજ શાળામાં અભ્યાસ કરે છે. પાલિકાએ શાળાના 71 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના પરિવારના સભ્યોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિદ્યાર્થીને કોઇ લક્ષણ નથી. હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. અગાઉ એલ.પી.સવાણી સ્કૂલની પોઝિટિવ આવેલી વિદ્યાર્થીનીનો ભાઇ વિધ્યાકુંજ સ્કૂલમાં ભણે છે. કોન્ટેક્ટ ટ્રેસિગમાં સ્કૂલમાં 71 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવતાં આ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...