એજ્યુકેશન:ધો. 12માં માસ પ્રમોશન છતાં BSc, BBA, BCA, BComમાં 39% જ પ્રવેશ, હજુ 47% બેઠક ખાલી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના બાદ ધો. 12માં માસ પ્રમોશનની જાહેરાત કરાતાં યુનિવર્સિટીએ બેઠકો વધારી હતી
  • કુલ 56,101 બેઠકમાથી માત્ર 29,844 વિદ્યાર્થીઓએ જ ઓનલાઇન પ્રવેશ કન્ફર્મ કરાવ્યાં
  • ધો. 12માં માસ પ્રમોશનની જાહેરાત કરાતાં યુનિવર્સિટીએ તમામ બેઠકોમાં વધારો કર્યો હતો.

શિક્ષણ બોર્ડે ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં માસ પ્રમોશન આપ્યું છે. તેવામાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ, બીબીએ, બીસીએ અને બીએસસીમાં 38.84% વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે. 2 મહિનાથી યુનિવર્સિટીની બીકોમ, બીબીએ, બીસીએ અને બીએસસીની એડમિશન પ્રોસેસ કાર્યરત છે. જેમાં બીકોમમાં 34,924, બીબીએ 7,969, બીસીએ 13,132 અને બીએસસીમાં 20,820 મળી 76,845 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા.

જો કે, આ તમામ કોર્સમાં 56,101 બેઠક છે. એટલે કે બીકોમની 32,966, બીબીએ 4,125, બીસીએ 6,460 અને બીએસસીની 12,550 બેઠક છે, જેમાં અનુક્રમે 17,343, 2,821, બીસીએ 4,109 અને 5,571 એમ 29,844 વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે ફોર્મ ભરાયા તેના 38.84 ટકા વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયા છે. આ સાથે 47 ટકા બેઠકો ખાલી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કહેરને કારણે ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં માસ પ્રમો શન આપવામાં આવ્યું હતું. જેને પગલે યુનિવર્સિટીએ બેઠક વધારી હતી.

આ વર્ષે 8,751 ફોર્મ વધારે ભરાયાં
​​​​​​​શૈક્ષણિક વર્ષ 2020-21માં બીકોમમાં 28,675, બીબીએમાં 3,900, બીસીએમાં 4,350 અને બીએસસીમાં 10,425 ફોર્મ ભરાયા હતા. તેવામાં જ આ વખતે એટલે કે શૈક્ષણિક વર્ષ 2021-22માં બીકોમમાં 32,966, બીબીએમાં 4,125, બીસીએ 6,460 અને બીએસસીમાં 12,550 ફોર્મ ભરાયા છે. આમ, ગયા વર્ષ કરતા આ વર્ષે 8,751 ફોર્મ વધારે ભરાયા છે.

કોર્સ પ્રમાણે હાલની સ્થિતિ

કોર્સફોર્મ ભરાયાબેઠકકન્ફર્મ
બીકોમ34,92432,96617,343
બીબીએ7,9694,1252,821
બીસીએ13,1326,4604,109
બીએસસી20,82012,5505,571
કુલ76,84556,10129,844

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...