તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ધો. 12 સાયન્સ અને આર્ટસના છાત્રોને બીકોમમાં પ્રવેશ મળશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ મેળવવા માટે 4 વિષયનો બ્રિજ કોર્ષ કરવો જરૂરી

‌‌વીએનએસજીયુમાં હવે ધો.12 સાયન્સ અને આર્ટસ પાસ કરનાર વિદ્યાર્થીઓને પણ બીકોમમાં પ્રવેશ આપશે. પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને 4 વિષયનો બ્રિજ કોર્સની પરીક્ષા પાસ કરવી પડશે. આ નિર્ણય ગુરૂવારે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો. આના પૂર્વે બીકોમમાં પ્રવેશ લેવા માટે ધોરણ 12 કોમર્સ પાસ હોવું ફરજિયાત હતું. જેથી ધો. 12 સાયન્સ અને આર્ટસના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા ન હતા.

દર વર્ષે ધો.12 સાયન્સ અને આર્ટ્સ પાસ કરનારા પંદરેક વિદ્યાર્થીઓની બીકોમમાં પહેલા વર્ષમાં એડમિશન લેવા માટે અરજી આવતી હતી. વિદ્યાર્થીએ ધોરણ-12 ની પરીક્ષા એકાઉન્ટ , આંકડાશાસ્ત્ર અને ગણિત સાથે પાસ ન કરી હોય તેમણે બ્રિજ કોર્સની પરીક્ષા પાસ કરવાની રહેશે. વિદ્યાર્થીએ સેમેસ્ટર-3 પહેલાં બ્રિજ કોર્સ પાસ કરવાનો રહેશે. બ્રિજ કોર્સની પરીક્ષા 50 ગુણની લેવાશે. પાર્સિંગ સ્ટાન્ડર્ડ યુનિવર્સિટીના એફ.વાય.બી.કોમ પ્રમાણે રખાશે. આ પરીક્ષા ઓકટોબરની પરીક્ષા સાથે અને એપ્રિલની એફવાય.બીકોમ સેમેસ્ટર-૨ ની પરીક્ષા પછી લેવામાં આવશે.

લો ફેકલ્ટીના સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે એલએલબી અને એલએલએમમાં રેગ્યુલરની સાથે એટીકેટી સોલ્વ કરવા માટે પાંચ ટ્રાયલ અપાતી હતી. તે સાથે પાંચ વર્ષમાં કોર્સ પૂર્ણ કરવાનો રહેતો હતો. પણ તે સમયમર્યાદા હવે દૂર કરી દેવામાં આવી છે.

રોજગારીલક્ષી સર્ટિફેકેટ કોર્સ શરૂ કરાશે
ડીન સ્નેહલ જોશીએ જણાવ્યું હતુંકે, ‘નવા શૈક્ષણિક સત્રથી કોલેજો અને ડિપાર્ટમેન્ટોમાં જુદી જુદી ફેકલ્ટીમાં 24 કલાકનો રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે. આ કોર્સ 1 સેમેસ્ટરમાં પૂર્ણ કરવાનો રહેશે.’

એકેડેમિક કાઉન્સિલમાં આ નિર્ણય લેવાયા
નવા શૈક્ષણિક સત્રથી બીએડમાં કોમ્પ્યુટર સાયન્સ કોર્સ શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે.જેમાં બીસીએના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકશે. એક્સટર્નલ મામલે શિક્ષણ વિભાગ પાસેથી સૂચન મેળવાશે. નર્સિંગ, ફિઝીયોથેરાપી અને ઓપ્ટ્રોમેટ્રીના છેલ્લા વર્ષની અને પીજીની પરીક્ષા ઓનલાઈન લેવાશે. ઇન્ટિગ્રેટેડ HRDકોર્સને બંધ કરવાની મંજૂરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...