મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન-1 અંતર્ગત ડ્રીમ સિટીથી કાદરશાહ નાળ સુધીના 11 કીમીના એલિવેટેડ રૂટમાં અવાર-નવાર સામે આવી રહેલાં વિવાદ બાદ કાદરશાહ નાળ ખાતે નિર્માણાધિન પ્રથમ સ્ટેશનના કામમાં નડતરરૂપ પાલિકા શોપીંગ સેન્ટરને ખાલી કરાવવાની પ્રક્રિયા સામે સુરત સેશન્સ કોર્ટે બ્રેક લગાવી છે. કોર્ટે આ પ્રક્રિયા ઉપર 4 અઠવાડીયા સુધીનો સ્ટે આપી અરજદારોને તેમની આપવીતી સંબંધિત જીઆમઆરસી ડિપાર્ટમેન્ટને કરવા જણાવ્યું હતું.
અપીલ કરનાર કાદરશાહ નાળ શોપીંગ સેન્ટરના દુકાનદારોના વકીલ શ્રેયાંસ પંડ્યાએ કહ્યું કે, મેટ્રો રેલ પરિયોજનામાં નડતરરૂપ શોપીંગ સેન્ટરને તોડી પાડવા તથા દુકાનો ખાલી કરાવવા પાલિકાએ નોટીસ આપી હતી. આ પ્રક્રિયા સામે 40 દુકાનદારોએ નામદાર કોર્ટમાં અપીલ કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી. જોકે કોર્ટે શોપીંગ સેન્ટરમાં રોજગાર મેળવી રહેલાં દુકાનદારોને ખાલી કરવાની પ્રક્રિયા સામે 4 અઠવાડીયાનો સ્ટે આપ્યો હતો. વકીલ શ્રેયાંસ પંડ્યાએ કહ્યું કે, કોર્ટે અરજદારોને સંબંધિત જીએમઆરસી વિભાગને સમસ્યા ઉપર નિવારણ લાવવા રજૂઆત કરવાની સલાહ આપી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.