તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિમા સ્થાપન:સરસ્વતી દેવી, મહાલક્ષ્મી દેવીની પ્રતિમા સ્થાપાઈ,અઠવાલાઇન્સ જૈન સંઘમાં 21 દિવસીય જાપ સાધનામાં મહામંગલ સાથે પ્રવેશ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અઠવાલાઇન્સ જૈન સંઘમાં બિરાજમાન બંધુ બેલડી આ. જિનચન્દ્ર સાગરસૂરિજી અને હેમચન્દ્ર સાગરસૂરિજી મહારાજે 14મીએ ચતુર્વિધિ શ્રીસંઘની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ મંગળકારી શકુનોનો સ્વીકાર કરી શુભ મુહૂર્તે 21 દિવસીય જાપ સાધનામાં ભવ્ય પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે નાની-નાની બાલિકાઓએ મંગલકારી દ્રવ્યો લઈ પૂજ્યશ્રીને શુભ શકુનો આપ્યા હતા. પીતવર્ણીય જાપ મંદિરમાં પ્રાચીનકાલીન ચમત્કારી શ્રી મહાવીર સ્વામી પરમાત્મા છાપરિયા શેરી મંદિરથી લાવી સ્થાપિત કરાયા હતા

સાથે સાથે અનેક ગૌતમ સ્વામીની પ્રતિમા, સરસ્વતી દેવી, મહાલક્ષ્મી દેવી, ત્રિભુવન સ્વામિની, ગણિપિટક યક્ષરાજ, શ્રી મણિભદ્ર યક્ષરાજ, ક્ષેત્રપાલ આદિની સ્થાપના પણ કરાઈ હતી. આ. જિનચન્દ્રસાગરસૂરિજીએ નમસ્કાર મહામંત્રનું ગાન કરાવ્યું હતું. આ. હેમચન્દ્ર સાગરસૂરિજીએ સર્વભક્તોને સૂરિમંત્રગર્ભિત પ્રભાવક સ્તોમ શ્રવણ કરાવી વાસક્ષેપ પ્રદાન કર્યો હતો.

કૈલાસનગર જૈન સંઘમાં ચરમતીર્થાધિપતિ પ્રભુ મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણક અવસે દીક્ષાદાનેશ્વરી આ. ગુણરત્નસૂરિશ્વર તથા પ્રવચન પ્રભાવક આ. રશ્મિરત્નસૂરિશ્વરજી મહારાજની આશીષ અને આજ્ઞાપૂર્વક મુનિરાજ દોસિતરત્ન મહારાજની નિશ્રામાં સંગીતસભર શ્રી વીર નિર્વાણ કથાનું આયોજન કરાયું હતું. શ્રીસંઘમાં પ્રથમવાર આ અનુષ્ઠાન થયું હતું જેમાં પ્રભુના જન્મ, દીક્ષા કેવળ અને નિર્વાણ કલ્યાણકનું વર્ણન કર્યું હતું. રશ્મિરત્નસૂરિશ્વરજીએ પીઠિકા પ્રવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો