તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:સુરતના ગોડાદરામાં ધર્મ વિરૂદ્ધ નિવેદન આપવા બદલ AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન કરાયું

સુરત22 દિવસ પહેલા
ગોપાલ ઈટાલીયાના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.
  • ગોડાદરામાં બજરંગ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ગોપાલ ઇટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ જે પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. તેને લઈને હજી પણ મામલો થાડે પડતો દેખાતો નથી. તેને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

ગોપાલ ઈટાલીયાના ફોટા સાથે વિરોધ કરાયો હતો.
ગોપાલ ઈટાલીયાના ફોટા સાથે વિરોધ કરાયો હતો.

પોલીસે અટકાયત કરી
ઘટનાની જાણ પોલીસે બજરંગ સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યાં હતાં. ગોપાલ ઇટાલીયાએ તાજેતરમાં જ આ મામલો વધુ ન વણશે તેને લઈને પોતાના નિવેદનને લઈને માફી પણ માંગી હતી.જોકે હજી પણ આ મામલો શાંત થાય તેવું દેખાઈ રહ્યું નથી.

વિરોધ પ્રદર્શન કરનારાની પોલીસે અટકાયત કરી હતી.
વિરોધ પ્રદર્શન કરનારાની પોલીસે અટકાયત કરી હતી.

ગઈકાલે ગોપાલના ઘરે હુમલો થયો
ગઈકાલે જ ગોપાલ ઇટાલીયાના ઘરે કેટલાક યુવકોએ વિરોધ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટનામાં અમરોલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ દાખલ થઇ હતી. ગોપાલ ઇટાલીયાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે, અને સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...