તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Smart Railway Stations To Be Set Up In Surat And Udhana At A Cost Of Rs 1,250 Crore, With Facilities For Sports, Accommodation And Work

'ખુબ'સુરત:સુરત અને ઉધનામાં 1250 કરોડના ખર્ચે બનશે સ્માર્ટ રેલવે સ્ટેશન, 5 ગગનચૂંબી ટાવર્સ, ગેમ્સ-રાઈડનો પણ જલસો

સુરત2 મહિનો પહેલાલેખક: હિરેન પારેખ
  • સુરત-ઉધનાનાં રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ બનાવવાનો પ્લાન
  • સુરત રેલવે સ્ટેશન પર જ મુસાફરો માટે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનશે

તાજેતરમાં જ ગાંધીનગરમાં 'ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન' તેમજ પંચતારક હોટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું છે. ત્યારે હવે સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનની કાયાપલટ કરી સ્માર્ટ રેલવે સ્ટેશન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1250 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સુરત અને ઉધના રેલવે સ્ટેશનોને ‘રેલ પોલીસ’માં ફેરવવા માટે ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (IRSDC)એ ક્વોલિફિકેશન માટે આમંત્રણ આપ્યું છે. આ પ્રોજેક્ટ માટે પ્રી-બીડ મીટિંગ 6 ઓગસ્ટ 2021ના રોજ યોજાશે અને સબ્મિશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2021 છે. આ પ્રોજેક્ટ બન્યા બાદ મુસાફરો અહીં રહેવા, કામ કરવા, ગેમ્સ ઝોન તેમજ રાઈડ્સની મજા મણી શકશે.

ગાંધીનગર બાદ હવે સુરત-ઉઘના સ્ટેશન બનશે સ્માર્ટ
ગુજરાતમાં છેલ્લાં 2-3 વર્ષમાં અનેક એવા પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેને કારણે દેશ-વિદેશમાં ગુજરાતે એક અલગ ઓળખ ઊભી કરી છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યૂ ગુજરાતમાં, દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં, દેશનો સૌથી અનોખો રેલવે પ્રોજેક્ટ પણ ગુજરાતમાં છે. ત્યારે હવે સુરત અને ઉધનામાં રેલવે સ્ટેશનને સ્માર્ટ સ્ટેશન બનાવવા તરફની કામગીરી આગળ વધી રહી છે. નવી દિલ્હી અને મુંબઇનાં મેટ્રો શહેરોને જોડતા એક સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર સુરત રેલવે સ્ટેશન વ્યૂહાત્મક રીતે સ્થિત છે. આ સ્ટેશને દરરોજ 2.5 લાખ મુસાફરોની અવર-જવર થાય છે. જો આ પ્રોજેક્ટ પાસ થાય છે તો મુસાફરો તેમજ શહેરના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ સાબિત થશે.

શું છે સ્માર્ટ સ્ટેશન પ્રોજેક્ટમાં ખાસ?
સુરત અને ઉધનાના આ ‘રેલ પોલીસ’ પ્રોજેક્ટ એક મિની સ્માર્ટસિટી જેવો લુક આપશે. સુરત રેલવે સ્ટેશન 3,40,131 ચોરસ મીટર જ્યારે ઉધના સ્ટેશન 7,38,088 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ સ્ટેશન પર રહેવાની, કામ કરવાની, ગેમ્સ તેમજ રાઈડ કરવાની મજા માણી શકાશે. IRSDC એ જણાવ્યું છે કે, કોર્પોરેશનનો ઉદ્દેશ ગુજરાતનાં આ રેલવે સ્ટેશનોને "ઇન્ટિગ્રેટેડ ઈન્ડિયન રેલવે" સ્ટેશનો અને સબ-સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તરીકે રિડેવલપ કરવાનો હતો, જેથી સ્ટેશન એસ્ટેટ તેમજ આસપાસના વિસ્તાર ટ્રાન્ઝિટ ઓરિયેન્ટેડ ડેવલપમેન્ટનો ઉપયોગ કરીને ક્ષેત્રોને બદલી શકે છે.

સુરત-ઉધનાનાં રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવાં વૈશ્વિક ધોરણોમાં ફરીથી વિકસાવવાની યોજના
સુરત-ઉધનાનાં રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવાં વૈશ્વિક ધોરણોમાં ફરીથી વિકસાવવાની યોજના

1,285 કરોડમાં થશે બંને સ્ટેશનનું રિડેવલપમેન્ટ
નવીનીકરણ કરાયેલા સુરત સ્ટેશનમાં પેસેન્જર ઇન્ટરચેન્જ પ્લાઝાની સાથે રાહદારીઓની જોગવાઈ રહેશે, જેમાં રેલવે પ્લેટફોર્મ, સૂચિત મેટ્રો રેલ, રાજ્ય અને શહેર બસ ટર્મિનલ્સ, પાર્કિંગ અને અન્ય મનોરંજન વિસ્તારોને સીમલેસ ઇન્ટર કનેક્ટિવિટી આપવામાં આવશે. એવી જ રીતે સુરતમાં ઉધના સ્ટેશનને વધુ સારી કનેક્ટિવિટી, સ્ટેશનમાં નવા સાઇડ પ્રવેશનો વિકાસ, નવા ફૂટઓવર બ્રિજ દ્વારા પ્રસ્થાન અને આવનારા મુસાફરોની કોનકોર્સ અને અલગતાની જોગવાઈ, નવા સાઈનેજની સ્થાપના અને મનોરંજન માટે સામાન્ય વિસ્તારનો સમાવેશ થશે. IRSDCના જણાવ્યા અનુસાર, આ બે સ્ટેશનના રિડેવલપમેન્ટનો ખર્ચ ચાર વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે રૂ.1,285 કરોડ છે.

સુરત આવતા મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
સુરત આવતા મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે

ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવો લુક આપવાની યોજના
સુરતમાં રહેતા તેમજ મુસાફરી કરનારા મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવા માટે સુરત-ઉધનાનાં રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવાં વૈશ્વિક ધોરણોમાં ફરીથી વિકસાવવાની યોજના છે. IRSDCના એમડી અને સીઈઓ એસ.કે લોહિયાએ અહેવાલમાં જણાવ્યું હતું કે સુરત સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં ફેરવવાની કલ્પના છે. IRSDC સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વતી સ્ટેશનો ફરીથી વિકસાવશે. આ પ્રોજેક્ટ પાછળ SPV- SITCOનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વચ્ચે સંયુક્ત સાહસ છે.