• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Food Station Ratri Bazar, After Sizzling In Navratri, Players Feast On Savory Pizzas, Surti Breaks Down On Sandwiches, Mexican Food, And Chinese.

આજનું ફૂડ સ્ટેશન સુરતનું રાત્રિ બજાર, જુઓ VIDEO:નવરાત્રિમાં ધૂમ મચાવ્યા બાદ ખેલૈયાઓ ખાખરા પિત્ઝા, સેન્ડવિચ, મેક્સિકન ફૂડ સાથે ચાઈનીઝ પર તૂટી પડે છે

સુરત2 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • દિલ્હીથી આવેલી યુવતીએ કહ્યું- ખરેખર કહેવત સાચી છે કાશીનું મરણ ને સુરતનું જમણ

સુરતીઓ કોઈપણ મોજમસ્તી અને આનંદ માણવાની ક્ષણ ગુમાવતા નથી અને તેમાં પણ વાત જ્યારે નવરાત્રિની હોય ત્યારે મોડી રાત સુધી ગરબામાં ઢોલના તાલે રમઝટ બોલાવી દેવી અને ત્યારબાદ ખાણીપીણીની વ્યવસ્થા કરવી એ નવરાત્રિનું કાયમનું શિડ્યુલ હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી નવરાત્રિમાં રમ્યા બાદ પિપલોદ વિસ્તારમાં આવેલા રાત્રિ બજાર તરફ ખેલૈયાઓ દોટ મૂકતા હોય છે. સુરતીઓનો કોઈપણ તહેવાર ખાણીપીણી વગર ક્યારેય પૂરો થતો નથી. રાત્રિ બજારના ખાખરા, પિત્ઝાએ ખેલૈયાઓને ઘેલું લગાડ્યું છે. આ સાથે જ સુરતીઓ સેન્ડવિચ, મેક્સિકન ફૂડ સાથે ચાઈનીઝ પર તૂટી પડે છે.

સુરતીઓ માટે નવરાત્રિ દરમિયાન ખાવાનો સૌથી મોટું હોટસ્પોટ એટલે રાત્રિ બજાર.
સુરતીઓ માટે નવરાત્રિ દરમિયાન ખાવાનો સૌથી મોટું હોટસ્પોટ એટલે રાત્રિ બજાર.

રાત્રિ બજારમાં ખાધા વગર જાણે નવરાત્રિ પૂરી ન થાય
સુરતીઓ માટે નવરાત્રિ દરમિયાન ખાવાનો સૌથી મોટું હોટસ્પોટ એટલે રાત્રિ બજાર... સુરતીઓ રીતસરના રાત્રે અહીં તૂટી પડે છે. ખાણીપીણીના શોખીન સુરતીઓ રાત્રિ બજારમાં ખાધા વગર જાણે નવરાત્રિ પૂરી ન થતી હોય તે પ્રકારનો માહોલ અહીં જોવા મળતો હોય છે. ટ્રાફિક જામ સુધીની સ્થિતિ ઊભી થઈ જાય છે.

ગરબા રમીને સીધા જ રાત્રિ બજારમાં પહોંચે છે.
ગરબા રમીને સીધા જ રાત્રિ બજારમાં પહોંચે છે.

રાત્રિના સમયે વેસ્ટન કલ્ચર પ્રમાણે ખાવાનું પસંદ
રાત્રિ બજાર ફાસ્ટ ફૂડ માટે વધુ લોકપ્રિય છે. સામાન્ય રીતે સુરતીઓ વહેલી સવારના નાસ્તામાં લોચો, ખમણ, ઇદડા અને ફાફડા ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ રાત્રિના સમયે વેસ્ટન કલ્ચર પ્રમાણે ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને પિત્ઝા, ગ્રીલ સેન્ડવિચ, મેક્સિકન ફૂડ સાથે ચાઈનીઝ ખાવાનું છોડતા નથી. એમાં પણ સૌથી વધારે મન્ચુરિયન અને નુડલ્સ ઉપર તરાપ મારતા હોય છે.

સૌથી વધુ સ્વાદિષ્ટ અને હળવા ખોરાક તરીકે ખાખરા પિત્ઝાને માનવામાં આવે છે.
સૌથી વધુ સ્વાદિષ્ટ અને હળવા ખોરાક તરીકે ખાખરા પિત્ઝાને માનવામાં આવે છે.

ખાખરા પિત્ઝા સૌથી પહેલી પસંદગી
રાત્રિ બજારમાં અત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ અને હળવો ખોરાક તરીકે ખાખરા પિત્ઝાને માનવામાં આવે છે. ખાવાની શરૂઆત કરે તે પહેલાં સ્ટાર્ટરમાં બે વસ્તુ સૌથી વધુ સુરતીઓ દ્વારા ઓર્ડર કરાવતી હોય છે જેમાં ખાખરા પિત્ઝા અને મન્ચુરિયમ. રાત્રિ બજારમાં ખાખરા પિત્ઝાના ઓર્ડરથી શરૂઆત કરવામાં આવે છે. ખાખરા ઉપર પિત્ઝાનું જે લેયર હોય છે તે લેયર લગાડી એના ઉપર ભરપૂર ચીઝ નાખવામાં આવે છે. ચીઝ ખાવાના શોખીનો માટે ખાખરા પિત્ઝા સૌથી પહેલી પસંદગી છે.

મેનુ કાર્ડમાં ફક્ત વેરાયટી ઉપર જ નજર મારે છે.
મેનુ કાર્ડમાં ફક્ત વેરાયટી ઉપર જ નજર મારે છે.

સુરતીઓ મોજશોખથી ખાનારા
રાત્રિ બજારમાં જે ફૂડ મળે છે તે થોડું કોસ્ટલી હોય છે. પરંતુ સુરતી જ્યારે ખાવા બેસે છે ત્યારે મેનુ કાર્ડમાં ફક્ત વેરાયટી ઉપર જ નજર મારે છે, તેની કિંમત ઉપર ક્યારેય નજર ફેરવતા નથી. એટલા માટે જ સુરતીઓને મોજશોખથી ખાનારા તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુનો કેટલો ભાવ છે તે સુરતીઓ માટે મહત્ત્વનો નથી પરંતુ વાનગી કેટલી સ્વાદિષ્ટ બની છે એમના માટે સૌથી મહત્ત્વનું છે. રાત્રિ બજારમાં ફાસ્ટ ફૂડ માટેની વેરાયટીઓની મોટી યાદી છે.

વાનગી કેટલી સ્વાદિષ્ટ બની છે એમના માટે સૌથી મહત્ત્વનું છે.
વાનગી કેટલી સ્વાદિષ્ટ બની છે એમના માટે સૌથી મહત્ત્વનું છે.

ખાવાનું શીખવું હોય તો એ સુરતીઓ પાસેથી શીખી શકાય
રાત્રે બજારમાં પહેલી વખત ગરબા પૂર્ણ થયા બાદ ખાવા આવનાર આકાંક્ષાએ જણાવ્યું કે તે પોતે દિલ્હીની રહેવાસી છે. અત્યાર સુધીમાં તેણે ગુજરાતની નવરાત્રિ વિશે અને સુરતીઓની ખાણીપીણી બાબતે પણ સાંભળ્યું હતું. દિલ્હીથી નોકરી માટે સુરત આવવાને એક વર્ષ જેટલો સમય થયો છે ત્યારે પહેલી નવરાત્રિ તેને સુરતમાં જોવા મળી જે તેના માટે યાદગાર બની રહી છે. તેણે કહ્યું કે ખરેખર સુરતીઓમાં જે ખાવાનો ક્રેઝ છે તે અદભુત છે. દરેક તહેવારમાં અને દરેક સમયની અલગ અલગ વેરાયટીઓ ખાવાનું શીખવું હોય તો એ સુરતીઓ પાસેથી શીખી શકાય. રાત્રિ બજારની અંદર ચાઈનીઝથી લઈ પંજાબી અને ફાસ્ટ ફૂડ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. મેં સાંભળ્યું હતું કે કાશીનું મરણ અને સુરતનું જમણ પણ આજે અનુભવ પણ કરી લીધો. અહીં ખેલૈયાઓમાં નવરાત્રિમાં ગરબા ગાવાનો જેટલો ક્રેસ છે એટલો જ ક્રેઝ રાત્રિ બજારમાં ખાણીપીણીને લઈને પણ છે.

નાનાં બાળકો સાથે જ લોકો રાત્રિ બજાર પહોંચી જાય છે.
નાનાં બાળકો સાથે જ લોકો રાત્રિ બજાર પહોંચી જાય છે.

રાત્રે ઘરે પરત ફરતી વખતે રાત્રિ બજારમાં આવવાનું જ
સુરતમાં જ ઉછરેલી અને રાજસ્થાની પરિવારની મોનિકાએ જણાવ્યું કે હવે અમે પણ સુરતી થઈ ગયાં છે. ખાણીપીણી વગર અમારો પણ કોઈ તહેવાર પૂરો થતો નથી અને વિશેષ કરીને નવરાત્રિમાં જો રાત્રિ બજારમાં ખાવા ન આવ્યાં તો એવું લાગે કે નવરાત્રિ જ નથી. વર્ષોથી અમારું આજ રૂટિન હોય છે ગરબા રમવા જવાનો અને રાત્રે ઘરે પરત ફરતી વખતે રાત્રિ બજારમાં સ્વાદિષ્ટ વાનગીઓ આરોગીને જ ઘરે પહોંચવું. ચારે તરફ ખેલૈયાઓ અહીં તમને મોડી રાત સુધી ખાતા જોવા મળી જશે.

રાત્રિ બજારમાં બેસવાની જગ્યા પણ ઓછી પડે છે.
રાત્રિ બજારમાં બેસવાની જગ્યા પણ ઓછી પડે છે.

રાત્રિ બજારમાં પેટપૂજા કરવા માટે આવવું જરૂરી
આકાંક્ષાએ જણાવ્યું કે રાત્રે નવરાત્રિમાં રમ્યા બાદ રાત્રિ બજારમાં પેટપૂજા કરવા માટે આવવું જરૂરી છે. બાર વાગ્યા બાદ તમામ નવરાત્રિ આયોજનમાં રમવાનું બંધ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ ખાવા માટે લોકો રાત્રિ બજાર તરફ દોટ મૂકે છે. અમે સુરતીઓ ખાધા વગર ક્યારેય પરત ફરતા નથી.

અન્ય સમાચારો પણ છે...