તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ ડ્રો:સુરતમાં 59 LIG આવાસોનો રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ઈ-કોમ્પ્યુટરાઈઝડ ડ્રો યોજાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત ખાતે મેયર હેમાલીબેન બોધાવાલા ઉપસ્થિત રહ્યા હતા. - Divya Bhaskar
સુરત ખાતે મેયર હેમાલીબેન બોધાવાલા ઉપસ્થિત રહ્યા હતા.
  • ગુજરાત હાઉસીંગ બોર્ડના પાંડેસરા ખાતે આવાસ નિર્માણ થશે
  • આવાસો હાઉસીંગ બોર્ડ રૂા.11 લાખમાં આપી રહ્યું છેઃ મંત્રી યોગેશ પટેલ

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત સુરત શહેરના પાંડેસરા ખાતે 59 જેટલા એલ.આઈ.જી. આવાસોનો ઈ-કોમ્પ્યુટરાઈઝડ ડ્રો ગાંધીનગર ખાતેથી શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે સંપન્ન થયો હતો. આ વેળાએ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, હાઉસીંગ બોર્ડના કમિશનર લોચન સેહરા તથા સુરત ખાતે મેયર હેમાલીબેન બોધાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

હાઉસીંગ બોર્ડે અગ્રિમ ભુમિકા નિભાવી
મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, આર્થિક રીતે ગરીબ અને નબળા વર્ગના લોકોને પાકા આવાસો મળી રહે તે માટે રાજય તથા કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે. કોઈ પણ વ્યકિતના જીવનમાં એક સ્વપ્ન હોય છે કે પોતાનું એક ઘરનું મકાન હોય. તેમના સપનાઓ સાકારિત કરવામાં હાઉસીંગ બોર્ડ અગ્રિમ ભુમિકા નિભાવી રહ્યું છે. મકાન મળવાથી વ્યક્તિના જીવનની રહેણીકરણી બદલાય છે. તેઓ પોતાના બાળકોને સારી રીતે ભણાવી ગણાવી શકે છે.

મંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચિત કરતા લાભાર્થીઓએ મકાન મળવાથી અનેરા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચિત કરતા લાભાર્થીઓએ મકાન મળવાથી અનેરા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

લાભાર્થીઓએ મકાન મળવાથી અનેરા આનંદની લાગણી વ્યક્ત કરી
મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીના 2022 સુધીમાં દરેકને મકાનો આપવાના સંકલ્પ સાથે ગુજરાત હાઉસીંગ બોર્ડ પણ શહેરી વિસ્તારોમાં મકાનોનું નિર્માણ કરીને લાભાર્થીઓને એનાયત કરી રહી છે. સુરત ખાતે બનાવવામાં આવેલા એલ.આઈ.જી.આવાસો લાભાર્થીઓને રાજ્ય સરકારની એક લાખથી સબસીડી બાદ કરતા રૂા.11 લાખમાં દસ્તાવેજ સાથે મળશે. આજ આવાસો ખાનગી પ્રોજેક્ટરો પાસેથી રૂા.18 લાખ જેટલી ઉચી કિંમતે મળી રહ્યા છે. પરંતુ સરકારના હકારાત્મક અભિગમ સાથે સૌને આવાસ મળી રહે તેવા હેતુથી હાઉસીંગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. મંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચિત કરતા લાભાર્થીઓએ મકાન મળવાથી અનેરા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

એલ.આઈ.જી.આવાસો લાભાર્થીઓને રાજ્ય સરકારની એક લાખથી સબસીડી બાદ કરતા રૂા.11 લાખમાં દસ્તાવેજ સાથે મળશે.
એલ.આઈ.જી.આવાસો લાભાર્થીઓને રાજ્ય સરકારની એક લાખથી સબસીડી બાદ કરતા રૂા.11 લાખમાં દસ્તાવેજ સાથે મળશે.

59 આવાસો માટે 119 જેટલી અરજીઓ આવી હતી
નિર્માણ થનારા આવાસોમાં લાભાર્થીને તો એક લીંવીગ રૂમ, બે બેડરૂમ, કીચન, વોશ એરિયા, બાથરૂમ સાથે ગટર, પાર્કીંગ, ગાર્ડન, લીફ્ટ સહિતની સગવડો મળી રહેશે. નોંધનીય છે કે, 59 આવાસો માટે 119 જેટલી અરજીઓ આવી હતી.