આપના શાબ્દિક પ્રહાર:‘રાજ્યના રસ્તાઓ ધોવાયા ને ભાજપ નેતાઓ જલસા કરે છે’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની કારોબારી પર આપના શાબ્દિક પ્રહાર
  • ભાજપ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે: આપ

રાજ્યમાં વરસાદના કારણે ઠેરઠેર રસ્તાઓ ધોવાયા છે ત્યારે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પત્રકાર પરિષદ યોજી ભાજપના નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવાતા રસ્તામાં થતો મોટો ભ્રષ્ટાચાર પહેલા વરસાદમાં જ ઉઘાડો પડી ગયો છે. ત્યારે ભાજપ ભવ્ય પાર્ટીની જેમ પ્રદેશ કારોબારીનું આયોજન કરીને જલસા કરી રહી છે. ભાજપના શાસકોએ કરોડોના ખર્ચે રસ્તા બનાવ્યા છે પરંતુ પહેલા વરસાદની અંદર જ તેનું ધોવાણ થઈ ગયું છે.

આમ આદમી પાર્ટી દ્વારા જે વિસ્તારોની અંદર વધુ વરસાદ થઈ રહ્યો છે ત્યાં મદદ પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. ભાજપ કેટલાક AAPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરી રહી છે પરંતુ તે સત્યથી દૂર છે. જે કાર્યકર્તાઓનું નામ તેમણે ભાજપમાં જોડાવાની લિસ્ટમાં લખ્યું છે તે અત્યારે હાલ પત્રકાર પરિષદમાં આપણી સાથે જ છે. આ પ્રકારનું જુઠાણું ચલાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ છે.

અન્ય સમાચારો પણ છે...