દરોડા:સુરતના ઉધના પોલીસ ચોકીથી 200 મીટર દૂર ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 1.10લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે.(ફાઈલ તસવીર)
  • એક ઓરડીમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાની બાતમી બાદ દરોડા પાડ્યાં

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઉધના પોલીસ ચોકી થી 200 મીટર દૂર ચાલતા કાલુના અડ્ડા પર દરોડા પાડી 1.10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં રામુ અને કાલુના નામથી દારૂના અડ્ડા ચલાવવામાં કુખ્યાત બનેલા બને ભાઈઓ પોલીસની મિલીભગતમાં પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની આજુબાજુ જ અડ્ડાઓ ચલાવવામાં માહિતી હોવાનું સામે આવ્યું છે. કેશિયરોનું રાજ હોવાની વાતને સાર્થક કરતા બુટલેગરો પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ખ્યાતનામ બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. જોકે, હાલ પોલીસે કાલુના અડ્ડા પરથી પકડાયેલા ત્રણેય કારીગરોની તપાસ શરૂ કરી મુખ્ય ભેજાબાજ કાલુની શોધખોળ હાથ ધરી છે.

367 બોટલ ઝડપાઈ
પોલીસે જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં આવેલા હેગડે વાડ, પટેલનગરમાં અશોકભાઈ રાજપત વિશ્વકર્મા ઘરની બહાર જ એક ઓરડીમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાની બાતમી બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમેં અચાનક દરોડા પાડી ઉધના પોલીસને ઊંઘતી જ ઝડપી પાડી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જયારે દરોડા પાડ્યા ત્યારે દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો અને પોલીસે અશોકની ઓરડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી 367 નંગ બોટલો તથા 56 બીયરના ટીન અને દેશી દારૂની 344 નંગ બોટલ મળી કુલ 767 નંગ દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે રૂપિયા 67870 નો દારૂ તથા વેચાણના રોકડા રૂપિયા 1935 ચાર મોબાઈલ, એક એક્ટિવા મોપેડ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધી છે.

દેશી દારૂ આપનાર વોન્ટેડ
આ ઉપરાંત પોલીસે દારૂનું વેચાણ કરનાર અશોક ઉમેશભાઈ રાણા (રહે.ઈ/૩/૬, વાઈટ હાઉસ, શાસ્ત્રીનગર, સલાબતપુરા), સાગર સોપાનભાઈ બોન્ડારે (રહે.હેગડેવાડ, પટેલનગર, ઉધના) અને કામટા મુન્નીલાલ ભારદ્વાજ (રહે. મકાન નંબર-૧૯૭, લક્ષ્મી નારાયણનગર ૨,સી.આર.પાટીલ રોડ, ડીંડોલી, ઉધના)ને રંગેહાથ ઝડપી લીધા હતા. જયારે દારૂનો અડ્ડો ચલાવતા મુખ્ય આરોપીઓ રાજેશ ઉર્ફેરામુસીતારામ યાદવ (રહે. સંજયનગર ઝુંપડપટ્ટી, રોડ નંબર-૪, ઉધના), અશોકભાઈ રાજપત વિશ્વકર્મા (રહે. હેગડેવાડ, પટેલનગર, ઉધના) તથા રાજુ (રહે. ઉધના) અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂનો જથ્થો પુરો પાડનાર સહીતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.