સુરતમાં અડાજણ વિસ્તારમાં એક અનોખી સ્પર્ધા યોજાય છે. સમગ્ર રાજ્યની 46થી વધુ સંસ્કૃત પાઠશાળાના 600થી વધુ વિદ્યાર્થીઓની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ એટલે કે ઋષિ કુમારો જ્યારે વેદ અને પુરાણ શ્રીમદ ભાગવત ભાગવત ગીતા કંઠસ્થ કરીને આવ્યા છે. તેની સાથે સાથે જુદા જુદા 31થી વધુ વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન કરાયું છે.
રાજ્ય સ્તરીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન
સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે પ્રથમ વખત રાજ્ય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં 600થી વધુ વિદ્યાર્થીઓ સૌ પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનું મહત્વ એટલા માટે છે કે, જે 600 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની તૈયારી કરીને આવ્યા છે. તેમાં ચારેય વેદ 18 પુરાણ વ્યાકરણ શાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર સહિત અનેક વિષયોના જે આપણા ગ્રંથો-શાસ્ત્રો છે. તેના જુદા જુદા વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન કરાયું છે.
મહત્વની શ્રેષ્ઠ સલાહકાર સ્પર્ધા મનાઈ છે
આ સ્પર્ધામાં મહત્વની સલાહકાર સ્પર્ધા છે. જેમાં 30400 શ્લોક જે હોય તે પૈકી કોઈપણ એક સ્થળે સળી મૂકીને એ શ્લોક સ્પર્ધકને બતાવવામાં આવે છે. ત્યાર પછીના જેટલા પણ શ્લોક હોય તેનું કંઠસ્થ પઠન વિદ્યાર્થીએ કરવાનું હોય છે.આમ તમામ વેદ પુરાણોની આ સંવર્ધન માટેનો સૌથી શ્રેષ્ઠ પ્રયત્ન હોય તેવું આચાર્યો અને વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે.
સંસ્કૃત ભાષાને લુપ્ત થતી અટકાવવાનો મુખ્ય પ્રયાસ
બદ્રીનારાયણમાં યોજાયેલ સ્પર્ધા અંગે શાંડીલ્ય સંસ્કૃત પાઠશાલાના પ્રધાન આચાર્ય અશોક જોષીએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ એટલે કે, ઋષિ કુમારો ભાગ લઈ રહ્યા છે. એ સંસ્કૃતનું પઠન અથવા તો અભ્યાસ માત્ર જીવન નિર્વાહ માટે નહીં પરંતુ સંસ્કૃત ભાષા લુપ્ત ન થાય આપણી સનાતન સંસ્કૃતિ લોક સુધી પહોંચે એને લોકો સમજે તેવા ઉમદા આશયથી આ ઋષિ કુમારો અભ્યાસ કરી રહ્યા છે. ગુરુકુળ પરંપરા અનુસાર અભ્યાસ કરતા આ ઋષિ કુમારો અત્યારે સ્પર્ધામાં ભાગ લઈ અને ભવિષ્યમાં આવા જ સંસ્કૃત પાઠશાળાનું આયોજન કરવાનું પણ જણાવી રહ્યા છે.
સંસ્કૃત સ્પર્ધાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું
સુરતના અડાજણ બદ્રીનારાયણ મંદિર સ્થિત રાજ્ય સ્તરીય આ સ્પર્ધાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જે રીતે સંસ્કૃતિ યુનિવર્સિટી અને રક્ષા યુનિવર્સિટી બનાવી છે.તેના નેજા હેઠળ જ આ સમગ્ર સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ પૈકી જેવો પ્રથમ ક્રમે આવશે તેમને રાષ્ટ્રીય સ્તરે પણ મોકલવામાં આવશે. તેની સાથે સાથે સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર વધે તે માટે પણ રાજ્ય સરકાર તરફથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.