તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની સફળતા:સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત8 દિવસ પહેલા
આરોપીઓ પોતાની કરતૂત છુપાવવા દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાનુ કામ કરતા હતા.
 • પોલીસે આંતરરાજ્ય ગેંગના 10 સભ્યોને પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી

સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. મોટા વરાછા ગામ પાસેના લેક ગાર્ડન નજીકથી ઝડપાયેલી ગેંગ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડ અને ચોરીમાં વપરાતા સાધનો કબજે લીધા છે. પોલીસે 14 પોલીસ સ્ટેશનના ગુના ડિટેક્ટ કરી આંતરરાજ્ય ગેંગના 10 સભ્યોને પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

ચાર મહિનાથી સુરતમાં ઘરફોડ ચોરી કરતા હતા
પોલીસ કમિશનર અજય તોમર એ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી સુરત ખાતે આવી ખુલ્લી જગ્યામાં પડાવ નાખી રોકાણ કરતા અને પોતાની કરતૂત છુપાવવા દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાનુ કામ કરતા હતા. દેવા પારધી, રૂકેશ ચોટલી, સચિન પારધી, કાલુ અને રાજકુમાર પોતાના ગામની આજુબાજુના તમામ ઇસમોને સુરત શહેરના આજુબાજુના વિસ્તારમાં રેકી કરી રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ કામકાજ માટે તેઓ બપોરનો સમય એટલે કે, ચારથી પાંચેક વાગ્યાના સુમારે ઓટો રીક્ષામા બેસી જુદા જુદા વિસ્તારમા ફરી ખુલ્લી જગ્યા પાસે વી.આઈ.પી બંગલાઓ ટાર્ગેટ કરતા હતા. સાંજના સમયે સાતેક વાગે રીક્ષામા બેસી પરત આવી જતા હતા.

અવાવરૂ જગ્યામાં રાત્રી રોકણ કરતા હતા
જે જગ્યા પર રેકી કરતા ત્યાંના સ્થળનું નામ સરનામુ રીક્ષા ચાલકો પાસેથી કાગળમા લખી લેતા હતા. ત્યારબાદ રાત્રીના આઠેક વાગ્યા પહેલા ટોળકીના માણસો જુદી-જુદી ઓટો રીક્ષામા બેસી જેતે જગ્યાની રેકી કરેલા વિસ્તારના આજુબાજુમા આવી જતા હતા. અવાવરૂ જગ્યામાં રાત્રી રોકણ કરી રાત્રીના આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં રાજકુમાર, રૂકેશ ચોટલી, સિંચન, કાલુ, દેવા પારધી સીસીટીવી કેમેરાઓમાં ઓળખ થઇ ના જાય તે માટે બધા પોત-પોતાના કપડાં કાઢી નાખી ચડ્ડી-બનિયાન પહેરી લેતા અને કપડાં પોતાની પાસેના લુંગીમા વીટાળી લુંગી કમરના ભાગે બાંધી લેતા હતા. ચંપલ બનીયાન ના પાછળ નાખી દેતા હતા.

આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

હથિયારો સાથે ચોરીને અંજામ આપતા હતા
વાંદરીપાનુ, મોટા પેચીયા, હાથથી ફેરવવાનુ ડ્રીલ પાનુ, તાર કટીંગ કરવાની પકડ, લોખંડની કાનસ, બારીયોના ખીલ્લા કાઢવા માટે બનાવેલા લોખંડનુ નાનુ ગણેશીયુ, નાની બેટેરી વિગેરે ઓજારો એક થેલામાં મુકી રાખતા હતા. ધરફોડ કરવા જતા પહેલા આ ઓજારો પોતાની લુગીમાં મુકી કમરના ભાગે ખોપી છુપાવી ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ હાલ તપાસ ચાલી રહી છે.

ઓરાપીઓની મોડ્સ ઓપરેન્ડી
આરોપીઓ શહેર વિસ્તારમાં પડાવ નાંખી દિવસ દરમ્યાન ફુગ્ગા વેચવાનો ધંધો કરતા અને તે સમયે ખુલ્લી જગ્યા નજીક વી.આઈ.પી બંગલાઓ હોય એવી જગ્યાઓની રેકી કરી રાત્રીના સમયે બનાવેલા પ્લાન મુજબની જગ્યાએ કર્ફ્યૂનો સમય થાય એ પહેલા જઈને પોતાના કપડા બદલી ચડ્ડી-બનીયાન પહેરીને ચાર-પાંચ કલાક છુપાઈ જતા હતા. ત્યાર-બાદ રાત્રીના 1.30 થી 4 ના સમયગાળા દરમિયાન બંગલાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. સાથે સાથે રસોડામાં ખાવાની વસ્તુ ખાઈ લેતા અને તે દરમ્યાન માણસ જાગી જાય તો એમના પર પથ્થર વડે હુમલો પણ કરતા હતા. આરોપીઓ પોતાની પાસે ગીલોલ રાખતા અને કુતરાઓ ભસતા હોય તો ગિલોલથી કૂતરાઓને મારી ભગાડતા, ત્યારબાદ પરત આવીને ચડ્ડી-બનીયાન કાઢીને પોતાના કપડા પહેરી લેતા અને સવારના સમયે પડાવ વાળી જગ્યાએ પરત આવી જતા હતા.

આરોપીઓમાં મોટાભાગે મધ્યપ્રદેશના.
આરોપીઓમાં મોટાભાગે મધ્યપ્રદેશના.

ઝડપાયેલા આરોપીઓ

 • નંદુ કનૈયા પારઘી ઉ.વ. 45 હે - બજરંગ નગર સાલાખેથી પોલીસ ચોકી પ્રધાનમંત્રી આવાસ રતલામ (એમ.પી)
 • દીનેશ બન્નેસીંગ પારધી ઉ.વ. 42 રહે- બજરંગ નગર સાલાખેડી પોલીસ ચોકી પ્રધાનમંત્રી આવાસ રતલામ (એમપી)
 • બાપુીંગ ઉર્ફે બાપુ. શાહુીંગ ફુલમાળી ઉ.વ. 60 રહે - જબરન કોલોની ચુન ચુન મહરાજની દરગાહપાસે ખુલ્લા મૈદાનમા ઉજ્જૈન થાના- નીલગંગા- તા.જી. ઉજ્જૈન (એમપી)
 • બલ્લાભાઇ કનૈયાલાલ ભીલ ઉ.વ. 55 રહે - સીમલાવદ ની સામે નાનપુરા હનુમાન ચાતઉંડા પોલીસ ચોકી મંદીર પાસે થાના- બીલપા તા. જી.રતલામ (એમ.પી)
 • કાલુ બાલા બામણી ઉ.વ. 22 રહે - સીમલાવદ ની સામે નાનપુરા હનુમાન ચાતઉડા પોલીસ ચોકી મંદીર પાસે થાના- બીલપા તા. જી.રતલામ (એમ.પી)
 • રાજકુમાર ચુન્નીલાલ પવાર રહે - બજરંગ નગર સાલાખેડી પોલીસ ચોકી રતલામ (એમ.પી)
 • રાજુ બાલા સોલંકી ઉ.વ. 20 રહે - હડીમીલ ગુન્હા જીલ્લો ગ્વાલીયર (એમ.પી)
 • વિકાસ બાબલા સોલંકી ઉ.વ. 18 રહે - ખીજડા ચોક વિશ્રવાનગર ગુન્હા જી. ગ્વાલીયર (એમ.પી)
 • અર્જુન પ્રેમીંહ સોલંકી ઉ.વ. 18 રહે - બજરંગ નગર પોલીસ ચોકી અર્જુન નગની બાજુમા રતલામ (એમ.પી)
 • સીંમ્બા દુર્ગા પવાર ઉ.વ. 18 રહે મુળગામ- સીમલાવન બજરંગ નગર તા. જી.રતલામ (એમ.પી)

વોન્ટેડ આરોપીઓ

 • રૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારઘી રહે. ગુના મધ્યપ્રદેશ
 • દેવા રૂપા પારઘી રહે. ગુના મધ્યપ્રદેશ
 • સચીન બલ્લા ભીલ રહે. ગુના મધ્યપ્રદેશ
 • ગુજરાજ
 • મોન્ટી નંદુ પારઘી રહે. ગુના મધ્યપ્રદેશ
 • કાલા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો