• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Minister Of State For Home Harsh Sanghvi Said In Surat Traffic Rule Breakers Are Not Habitual Criminals, Show Humanity With Them

સંઘવીએ પોલીસનો કાન આમળ્યો:સુરતમાં પોલીસના ગૌરવ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ટ્રાફિક નિયમ તોડનારા રીઢા ગુનેગાર નથી; તેમની સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરો

સુરત10 દિવસ પહેલા
પોલીસ ગૌરવ સમારોહના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી.
  • પાલના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પોલીસ ગૌરવ સમારોહ યોજાયો હતો
  • 63 દિવસમાં 67 કેસ કરી 1350 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડ્યું: ગૃહ રાજ્યમંત્રી

સુરત શહેર પોલીસ દ્વારા રવિવારે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પોલીસ ગૌરવ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોરોનાના કપરા કાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સાથે ટ્રાફિક નિયમન તોડનારી વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરી હતી.

પોલીસ સ્ટેશનમાં સામાન્ય માનવી સાથે સારો સાલસભર્યો વ્યવહાર થાય એ જરૂરી
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમવાર ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવાનુ કાર્ય કર્યું છે. કોરોના કપરાકાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.

પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા.
પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા.

રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી
વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 63 દિવસમાં 67 કેસોમાં 1350 કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

પોલીસ ગૌરવ સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પણ હાજરી આપી.
પોલીસ ગૌરવ સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પણ હાજરી આપી.

ગુજરાતમાં 26 હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે કરાશે
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મયોગીઓ નોકરી દરમિયાન અને રિટાયર્ડ થયા બાદ રહેવા માટે મકાનો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ ડિટેકશન કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સુરતને મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં 26 હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે. જો પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે તેવી હૈયાધરપત તેમણે આપી હતી. આગામી સમયમાં નવી ટી.પી.સ્કીમો પડે ત્યારે પોલીસ સ્ટેશન માટેની જગ્યાની પણ ફાળવણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. પોલીસ પાસેથી પોલીસને ઘણી અપેક્ષાઓ છે અને પોલીસ ચોરી જેવા ગુનાઓમાં જો ફરિયાદી પોલીસ સ્ટેશને આવે અને પોલીસ એક ગ્લાસ પાણી પણ આપે તો સામેની વ્યકિતની ભાવના પોલીસ પત્યેની બદલાય જાય.

સારી કામગીરી કરનાર પોલીસ જવાનોને સન્માનિત કરાયા.
સારી કામગીરી કરનાર પોલીસ જવાનોને સન્માનિત કરાયા.

પોલીસ કમિશનરે પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરી અંગે માહિતી આપી
પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરી બાબતે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન સામાન્ય માનવીઓને ફ્રૂડ પેકેટ, દવા વિતરણ જેવી સંવેદશીલ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ગુનેગારો સામે કઠોર અને મક્કમતા સાથે પાસા હેઠળ કામગીરી કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સામાન્ય માનવીને અભયદાન આપવાનું કાર્ય પોલીસ જવાનોએ મક્કમતાપૂર્વક કરવાનું છે તેમ જણાવીને શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન લેન્ડ માફીયાઓ વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરી, બળાત્કારીઓને ઝડપી ચાર્જશીટ, ગુજ સી ટોક હેઠળની કામગીરી, ડ્રગ્સ વિરૂધ્ધ અભિયાન, સાયબર સંજીવની હેઠળ 30 લાખ નાગરિકોને તાલીમ જેવા અનેકક્ષેત્રોમાં પોલીસે કરેલી શ્રેષ્ઠ કામગીરીને વિગતો તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...