નવી સુવિધા:કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કોબા ગામે 5000 લિટર સંગ્રહ ક્ષમતા ધરાવતા નવનિર્મિત બીસીયુ પ્લાન્ટનું લોકાર્પણ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દૂધને શહેરીજનો સુધી સુરક્ષિત અને ઝડપભેર પહોંચાડવાના હેતુ સાથે સહકારી મંડળી અને સુમુલે બી.સી.યુ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. - Divya Bhaskar
દૂધને શહેરીજનો સુધી સુરક્ષિત અને ઝડપભેર પહોંચાડવાના હેતુ સાથે સહકારી મંડળી અને સુમુલે બી.સી.યુ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો.
  • ગ્રામીણ સહકારી દૂધ મંડળીઓ મહિલાઓ અને ગ્રામીણો માટે જીવાદોરી: કૃષિ રાજ્યમંત્રી
  • 500 લિટર દૂધ ઉત્પાદનથી શરૂ થયેલી મંડળી આજે દૈનિક 3000 લિટર દૂધ ઉત્પાદન કરે છે

શ્વેતક્રાંતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કોબા ગામે કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સુમુલ ડેરીના સંયુક્ત પ્રયાસોથી રૂ.11.74 લાખના ખર્ચે નવનિર્મિત 5000 લિટર સંગ્રહ ક્ષમતા ધરાવતા બીસીયુ (બલ્ક ચિલીંગ યુનિટ) પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આધુનિકીકરણ અપાવીને કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા મંત્રીએ આહવાન
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ’મહિલાઓને પશુપાલનના પરિશ્રમી વ્યવસાયમાં મદદરૂપ થવા તેમજ દૂધને શહેરીજનો સુધી સુરક્ષિત અને ઝડપભેર પહોંચાડવાના હેતુ સાથે સહકારી મંડળી અને સુમુલે બી.સી.યુ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તરે સહકારી દૂધ મંડળીઓ મહિલાઓ અને ગ્રામીણો માટે જીવાદોરી સમાન છે.’રાજ્યના દરેક પશુપાલકને દૂધની ગુણવત્તા મુજબ ભાવ મળે એ તેમનો અધિકાર છે. રાજ્ય સરકાર વર્ષ 2025 સુધી પેટ્રોલિયમના 20% ઈથેનોલનો ઉપયોગ કરશે. જે મકાઈ અને શેરડીમાંથી બનશે. આ ઉપરાંત તેમણે ખેડૂતોને ખેતીમાં આધુનિકીકરણ અપાવીને કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા મંત્રીએ આહવાન કર્યું હતું.

રાજ્યના દરેક પશુપાલકને દૂધની ગુણવત્તા મુજબ ભાવ મળે એ તેમનો અધિકાર છે.
રાજ્યના દરેક પશુપાલકને દૂધની ગુણવત્તા મુજબ ભાવ મળે એ તેમનો અધિકાર છે.

યોજનાઓ તેમજ સગવડોનો સદુપયોગ કરી વિકાસ સાધવો જોઈએ
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગત 70 વર્ષથી કાર્યરત સુમુલ ડેરી દૈનિક 12 લાખ લિટર દૂધ, 2 લાખ લિટર છાશ, 5 ટન પનીર અને દુધમાંથી બનતી મીઠાઈઓ નાગરિકો સુધી પહોંચાડે છે. ખેડૂતોએ રાજ્ય સરકારશ્રીની અને સુમુલની વિવિધ યોજનાઓ તેમજ સગવડોનો સદુપયોગ કરી વિકાસ સાધવો જોઈએ. પશુઓને નિયમિતપણે યોગ્ય આહાર આપીને પશુપાલનમાં પ્રગતિ સાધવા સાથે દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકાશે. ડેરી અને ગ્રામજનો પશુપાલન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

પ્લાન્ટની સુવિધાથી દૂધ વાહતુક જેવા સમસ્યાનું નિરાકરણ થશે
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1986માં કોબા દૂધ મંડળી રજિસ્ટર્ડ થતા કોબા, પારડી કોબા, થોથબ, કસાદ, સરસાણા એમ કુલ પાંચ ગામોનું દૈનિક 500 લિટર દૂધ કોબા સહકારી મંડળીના વાહન દ્વારા સુમુલ ડેરીમાં મોકલવામાં આવતું હતું. જેમાં સતત વધારો થતા 5000 લિટરના બી.સી.યુ. પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. જેના થકી 5000 લિટર દૂધને એકત્ર કરવામાં આવે છે. પ્લાન્ટની સુવિધા ઊભી થવાથી દૂધ ઠંડુ રાખવા, દૂધ ફાટવાના, બગડવાના તેમજ દૂધ વાહતુક જેવા સમસ્યાનું નિરાકરણ થશે.