આયોજન:શહેરના મોટા ઉદ્યોગપતિઓ સામે સ્ટાર્ટઅપ પ્રેઝન્ટેશનની તક અપાશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ચેમ્બરના ઉપક્રમે નાના સાહસિકો માટે ખાસ કાર્યક્રમ
  • યંગસ્ટર્સના આઈડિયા પસંદ આવશે તો ઇન્વેસ્ટ કરાશે

નવા સ્ટાર્ટઅપને ઈવેસ્ટર મળી શકે તે માટે ગુજરાત સરકારના આઇ હબ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્ટાર્ટઅપ ડેમો ડેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14મી મે ના રોજ સાંજે 4:30 વાગ્યે સમૃદ્ધિ, નાનપુરા ખાતે યોજાશે. જેમાં સુરતના સ્ટાર્ટ–અપ્સને શોર્ટલીસ્ટ કરવામાં આવશે.

આ સ્ટાર્ટ–અપ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો અને રોકાણકારો સામે બિઝનેસ માટેના આઇડીયાને પ્રેઝન્ટેશ કરવાનો મોકો આપવામાં આવશે. જે સ્ટાર્ટ–અપના બિઝનેસ માટેના આઇડીયા ગમશે તો તેમાં મોટા ઉદ્યોગપતિઓ કે રોકાણકારો દ્વારા રોકાણ કરવામાં આવશે તેમજ તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

નવા સાહસિકો આ રીતે ભાગ લઈ શકશે
ચેમ્બર દ્વારા યોજવામાં આવેલા સ્ટાર્ટઅપ ડેમો ડેમાં શહેરના સ્ટાર્ટઅપ ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3yqYrmE રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવાનો હેતુ
ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે, ‘સ્ટાર્ટઅપનું ફ્યુચર ઉજળું છે. શહેરના ઘણા યંગસ્ટર્સ પાસે સારા સ્ટાર્ટઅપ છે. તેમને માર્ગદર્શન અને રોકાણકાર મળે તે માટે આ કાર્યક્રમ યોજાશે. શહેરના મોટા ઉદ્યોગપતિઓ સામે આ સ્ટાર્ટઅપના પ્રેઝન્ટેશનની તક અપાશે.’

અન્ય સમાચારો પણ છે...