તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:14 બસ શેલ્ટર સાથે શરૂ થયેલા BRTSમાં હવે 575 બસ, 44 રૂટ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 વર્ષમાં જ દેશનો લોંગેસ્ટ 108 કીમીનો રૂટ બન્યો

ખુબ ઝડપથી વિકાસ કરી રહેલું સુરત શહેર હવે બ્રિજ સિટીની ખ્યાતી મેળવ્યા બાદ પબ્લિક ટ્રાન્સ્પોર્ટ ફ્રેન્ડલી પણ બની ગયું છે. સુરતનું માસ ટ્રાન્સ્પોર્ટેશન મનાતું બીઆરટીએસ ગુજરાતમાં જ નહીં પણ દેશ આખામાં સૌથી લાંબો 108 કીલોમીટરનું રૂટ ધરાવે છે. ટ્રાન્સ્પોર્ટેશનમાં સુરતની તાકાત હવે લાસ્ટ માઇલ્ડ કનેક્ટિવિટીના વિઝન સાથે ખુબ ઝડપથી વિકાસ કરી રહી છે. જેમાં મહત્વાકાંક્ષી મેટ્રો અને બુલેટ ટ્રેન જેવાં પ્રોજેક્ટ શહેરના માસ ટ્રાન્સ્પોર્ટેશનને ચાર ચાંદ લગાવી દેશે.

વર્ષ 2006ની વાત કરીએ તો સુરત શહેરમાં નેટ કોસ્ટ મોડલથી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. લોકોને શહેરી બસ સેવા આપવા માટે પણ એક તબક્કે પાલિકાને રાજ્ય સરકાર તેમજ કેન્દ્રની જેએનએનયુઆરએમ સ્કીમ પર નિર્ભરતા દાખવવી પડી હતી. જોકે બરાબર 10 વર્ષ પછી એટલે વર્ષ 2016માં સુરત પાલિકાએ શહેરીજનોને ગુણવત્તાયુક્ત સેવા આપવા માટે નેટ કોસ્ટ મોડલને રદ્દ કરી પાલિકાએ ગ્રોથ કોસ્ટ મોડલ અપનાવી લીધું હતું.

જોકે તેના બે વર્ષ પુર્વે જ એટલે વર્ષ 2014ની શરૂઆત સાથે જ સુરત પાલિકાએ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ)ના પહેલાં ફેઝ અંતર્ગત ઉધના-સચિન રૂટ પર માંડ 14 ઇન્ટિગ્રેટેડ બસ શેલ્ટરની સેવા સાથે પહેલું ડગલું પણ ભર્યું હતું. 2014માં માંડ 14 બસ શેલ્ટર સાથે શરૂ થયેલું બીઆરટીએસ હવે કુલ 575 બસની તાકાત સાથે શહેરના 340 કીલોમીટર એરિયાના 44 રૂટ ઉપર કાર્યરત થયું છે.

એટલું જ નહીં પણ સિટી બસમાં દૈનિક સવા લાખ મુસાફરો જ્યારે બીઆરટીએસ બસમાં 1.35 લાખ યાત્રીઓ રોજ લાભ લઇ રહ્યાં છે. વર્ષ 2006થી 2016ના સંઘર્ષભર્યાં દશક બાદ ટ્રાન્સ્પોર્ટ ક્ષેત્રે ઉભરેલું સુરતનું બીઆરટીએસ હવે 108 કીલોમીટર લાંબુ રૂટ ધરાવે છે. જે દેશનું લોંગેસ્ટ રૂટ તરીકે પણ લેખાય છે.

ફિડર સર્વિસથી બીઆરટીએસ વધુ સક્ષમ
બીઆરટીએસ પ્રોજેક્ટની ચેઇન શહેરના મુખ્ય માર્ગોને સાંકળી ચુકી છે. પછી તે સચિન-ઉધના હોય કે ડુમસ રોડના વાય જંક્શનથી સરથાણા હોય. તેવી જ રીતે એસવીએનઆઇટીથી ઓએનજીસી અને તુલસીધામથી ચાઇનાગેટ, પાલ આરટીઓથી કોસાડ આવાસ અને ફુલપાડાથી પુણા કેનાલ થઇ એકે રોડ ઉપર પણ બીઆરટીએસ રૂટ પહોંચી ગયું છે.

તેવામાં શહેરના મુખ્ય માર્ગો પર દોડતી બસ અંતરિયાળ શેરી-મહોલ્લા સુધી પહોંચી ન શકી હોવાથી પાલિકાએ મુસાફરોની સુવિધા માટે ફિડર સર્વિસ શરૂ કરી છે. ઇ-રીક્ષા, પિંક ઓટો અને હવે સાઇકલ શેરિંગ પ્રોજેક્ટના લીધે બીઆરટીએસ મુસાફરોના ઘર આંગણે સુધી પહોંચી ગયું હોય તેવો અનુભવ થઇ રહ્યો છે.

લાઇવ ટ્રેકિંગ પર દોડે છે BRTS બસ
બીઆરટીએસને વધુ અસરકારક બનાવવા તેમજ મુસાફરોનો સમય ન વેડફાય તે માટે બીઆરટીએસના તમામ શેલ્ટરમાં ઇન્ટિલીઝન્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ લગાવી છે. આઇટીએમએસની આ સુવિધા પુર્વે તમામ બીઆરટીએસ બસ જીપીએસ અને કેમેરાથી સજ્જ કરાઇ હતી. જેના આધારે કઇ બસ હાલ કયા રૂટ ઉપર દોડી રહી છે તેનું લાઇવ ટ્રેકિંગ પાલિકા મુખ્યાલયના ગાંધી ખંડમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરાઇ રહ્યું છે.

​​​​​​​સેન્ટ્રલાઇઝ મોનિટરિંગના અને લાઇવ ટ્રેકિંગના માધ્યમથી બસ શેલ્ટર ઉપર બે બસના શિડ્યુલની ફ્રિકવન્સી જાળવવામાં આવે છે. એકથી વધુ બસ ભેગી થાય અને ટ્રાફિક કરે તે પહેલાં જ તેને નિવારવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો