સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 3 દિવસ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો પ્રારંભ થનાર છે. રવિવારે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ તૈયારીની સમીક્ષા કરી હતી. સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવશે. જ્યારે 34 સ્માર્ટ સિટીને એવોર્ડ અપાશે.
પ્રથમ દિવસે ગ્રાન્ડ ઓપનિંગ અને એવોર્ડ સેરેમની, બીજા દિવસે થીમેટીક સેશન્સ અને ત્રીજા દિવસે સુરતના વિવિધ પ્રોજેકટોની વિઝિટ ગોઠવવામાં આવી છે. પ્રથમ દિવસે એવોર્ડ સેરેમનીમાં વિશેષ કામગીરી કરનારા શહેરોને સિટી એવોર્ડ, ઇનોવેટીવ એવોર્ડ અને પ્રોજેક્ટ એવોર્ડ સહિત 51 એવોર્ડ અપાશે. જેમાં સુરતને 3 એવોર્ડ મળશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હોવાથી અમિત શાહ અને સીએમ હાજર રહેશે નહીં.
‘Surat Smart City’ એપ અપડેટ કરવામાં બેદરકારી
સ્માર્ટ સિટી સમિટ યોજાઇ રહ્યું છે ત્યારે મનપાની ‘Surat Smart City’ એપ અપડેટ કરવામાં બેદરકારી દાખવાઇ છે. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં નિવૃત્ત થયેલા સીઇઓ સી.વાય.ભટ્ટનું જ હજી સીઇઓ પદે નામ છે, સીઇઓ તરીકે ડે.કમિ.સ્વાતિ દેસાઇનો ઉલ્લેખ નથી.
ડે.કમિ.રાજેશ પંડ્યા, ચૈતન્ય ભટ્ટ બંને ડિરેક્ટરો તથા જનરલ મેનેજર જગદીશ પટેલ, ડી.સી. ગાંધી નિવૃત્ત છતાં એપ પર નામ ચાલે છે. જ્યારે ડિરેક્ટર એન.વી. ઉપાધ્યાય IAS હોવા છતાં GAS ચાલી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.