વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીએ સહિતના અંડર ગ્રેજ્યુએટના તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સની આજે મંગળવારથી ઓનલાઇન પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા લોગીન થવાનું રહેશે. જે પછીનો એક કલાક પરીક્ષાનો રહેશે. સાથે પરીક્ષા શરૂ થયાના મોડામાં મોડું 20 મિનિટ સુધી લોગીન કરી શકાશે.
વિદ્યાર્થી જેટલો મોડો આવશે એટલો સમય એને પાછળથી ઓછો મળશે. વિદ્યાર્થીઓએ ફરજિયાત કોલેજ પર જઇને જ પરીક્ષા આપવાની રહેશે. હોલ ટિકિટની સાથે આઇડી પ્રુફ પણ લાવવું પડશે. પરીક્ષા તા. 19 થી 27 એપ્રિલ દરમિયાન જુદી જુદી તારીખે શરૂ થશે.
વિદ્યાર્થી કોઇ કારણથી પરીક્ષા આપી શકયા ન હોય કે પરીક્ષા આપી અસફળ રહ્યા હોય તો એટીકેટી કે પૂરક પરીક્ષા જૂન-2022ના બીજા અઠવાડિયામાં લેવાશે. આની સાથે એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આજથી શરૂ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.