Unique way of help:દિવ્યાંગોને પગભર કરવા સંસ્થા શરૂ કરી, તેઓ એવું દોડ્યા કે 5 વર્ષે ટર્નઓવર 30 લાખ પહોંચ્યું

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત બહારના દિવ્યાંગો પણ કામ કરે છે - Divya Bhaskar
સુરત બહારના દિવ્યાંગો પણ કામ કરે છે
  • 2 દિવ્યાંગની મદદથી શરૂ થયેલી સુરતની સંસ્થાએ 45થી વધુ દિવ્યાંગોને રોજગારી આપી
  • રાખડી, પેપર બેગ, ડેકોરેટિવ આઇટમ સહિતની વસ્તુ બનાવે છે

સુરતમાં એક એ‌વી સંસ્થા છે જે માત્રને માત્ર દિવ્યાંગોને રોજગારી પૂરી પાડે છે. વર્ષ 2017માં શરૂ થયેલી સહાયમ સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર 30 લાખથી વધુ છે. સંસ્થાએ 45 દિવ્યાંગોને રોજગારી આપી પગભર કર્યા છે. આ સંસ્થા 2 દિવ્યાંગ બેરોજગારોની મદદ કરવાથી શરૂ થઈ હતી અને આજે 45 દિવ્યાંગો રાખડી, પર્સ, પેપર બેગ, વેડિંગ કાર્ડ, ગિફ્ટ કાર્ડ, ડેકોરેટિવ આઇટમ્સ અને ફેસ્ટિવલને લગતી ઇકોફ્રેન્ડલી વસ્તુઓ તેમજ હસ્તલેખનનું કામ કરે છે.

સંસ્થા શરૂ કરનારી પલ્લવી રાઠોડે બે દિવ્યાંગોની મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા ચાલુ કરી હતી. હાલ રાખડી હોવાથી સંસ્થાના દિવ્યાંગો રાખડી બનાવી રહ્યા છે. 2 દિવ્યાંગોથી શરૂ થયેલી એનજીઓના વર્ષિક ટર્નઓવરને આ દિવ્યાંગોએ 30 લાખની ઉપર પહોંચાડી દીધું છે. સંસ્થામાં કોઈપણ જાતનું ડોનેશન નથી લેતી. સુરત બહારના વ્યક્તિ પણ નોકરી કરે છે.

ચાર દિવ્યાંગો જ કરે છે સંપૂર્ણ સંચાલન
સંસ્થાના ચાર દિવ્યાંગો જ સંસ્થાનું સંચાલન કરે છે. અમોલ, રાજેશ હસમુખ અને મનીશ એ ચારેય સંસ્થાના પિલર છે. તેઓ 120 ગરીબ લોકોને હસ્તકલાની ટ્રેનિંગ પણ આપી છે.

હવે તેઓ મહિને 8થી લઈ રૂ. 15 હજાર સુધી કમાય છે
હું દિવ્યાંગો માટે રિહેબ સેન્ટર ચલાવતી હતી. જ્યાં મારી મુલાકાત અમોલ પાટીલ સાથે થઈ હતી. તેણે મદદ માંગતા એને અને એના મિત્ર રાજેશને હસ્તલેખનનું કામ આપ્યું હતું. હું દિવ્યાંગોની સંસ્થામાં જતી ત્યારે જ જોતી કે આ લોકો ખૂબ જ ટેલેન્ટેડ હોય છે. જેથી મેં આ સંસ્થા શરૂ કરવાનું વિચાર્યું હતું. પાર્લે પોઇન્ટ ખાતે મારા બંગ્લામાં આ સંસ્થા શરૂ કરી હતી. હાલ 45થી વધુ દિવ્યાંગો સંસ્થા સાથે જોડાયેલા છે. બિહાર-કચ્છના દિવ્યાંગો પણ જોડાયા છે. - પલ્લવી રાઠોડ, NGO શરૂ કરનાર

અન્ય સમાચારો પણ છે...