તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં મિની લોકડાઉન:વહીવટી તંત્ર દ્વારા બજારો અને માર્કેટ બંધ કરવા માટે કવાયત શરૂ, વેપારીઓમાં રોષ

સુરત5 મહિનો પહેલા
માર્કેટ બજારો બંધ કરાવવા પોલીસ કાફલો ખડકાયો.
  • સવારથી જ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને તમામ દુકાનો અને માર્કેટ બંધ કરાવતાં દેખાયા
  • સુરત શહેરના ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશેઃ પોલીસ કમિશનર અજય તોમર

કોરોના વિસ્ફોટ થતાંની સાથે જ હવે સુરત શહેરની સ્થિતિ વધુ વરસતા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે ગઈકાલે ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમન્ડ માર્કેટને બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. આજે સવારથી જ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને તમામ દુકાનો અને માર્કેટ બંધ કરાવતાં દેખાયા હતા. સુરતના અલગ અલગ વિસ્તારોમાં માર્કેટો બંધ કરાવવાનો પ્રયાસ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

હીરા બજાર બંધ કરાવવા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું.
હીરા બજાર બંધ કરાવવા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું.

વેપારીઓ ટોળામાં એકત્રિત થઈને રોષ ઠાલવતા જોવા મળ્યા
વરાછા બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં પોલીસ દ્વારા માર્કેટ અને દૂકાનો બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો પોલીસ બંધ કરાવી ત્યારે વેપારીઓ ટોળામાં એકત્રિત થઈને રોષ ઠાલવતા જોવા મળ્યા હતા. પરંતુ પોલીસે તમામ વેપારીઓને સમજાવીને આખરે દુકાનો બંધ કરાવવા માટે તેમને સમજાવ્યા હતા. મહિધરપુરા ડાયમંડ માર્કેટ પણ આજે સવારે બંધ કરાવવામાં આવી હતી. ઘણા માર્કેટના એસોસિએશને પોલીસને સહકાર આપ્યો હતો પણ ઘણા માર્કેટો અને શોપિંગ કોમ્પ્લેકસમાં વેપારીઓએ એકાએક બંધ લઈને નારાજગી જાહેર કરી હતી.

રેલવે સ્ટેશન વિસ્તારમાં દુકાનો બંધ કરાવાઈ.
રેલવે સ્ટેશન વિસ્તારમાં દુકાનો બંધ કરાવાઈ.

અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી
શહેરમાં વિકટ પરિસ્થિતિ હોવાને કારણે વહીવટી તંત્ર પાસે અન્ય બીજો કોઈ વિકલ્પ ન હોય તેવું દેખાઈ રહ્યું છે સત્તાવાર રીતે ભલે વહીવટીતંત્ર લોકડાઉન જાહેર નથી કર્યો પરંતુ સમગ્ર શહેરમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્ટેશન વિસ્તાર કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હતી ત્યાં જ ત્યારે એક પણ દુકાન ખુલ્લી જોવા નથી મળી રહે અને લોકોની અવરજવર પર જાણે સદંતર બંધ થઈ ગઈ છે.

દુકાનો બંધ થતા રસ્તાઓ સૂમસામ થયા.
દુકાનો બંધ થતા રસ્તાઓ સૂમસામ થયા.

ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે સુરત શહેરના ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે. મેન્યુફેક્ચરિંગ યુનિટોને બંધ કરાવવા માટે કોઈ આદેશ કરવામાં આવ્યા નથી તેમણે એસઓપીનું યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે. તેમજ અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ ચાલુ રહેશે.

બરોડા પ્રિસ્ટેજની બજાર બંધ કરાવવામાં આવી.
બરોડા પ્રિસ્ટેજની બજાર બંધ કરાવવામાં આવી.