તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરતના ગ્રામ્ય વિસ્તારના અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે 7 જૂનથી ઈચ્છાપોર ખાતે રસીકરણ શરૂ થશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પૂર્ણ થયા હોય અને 84 દિવસ પૂર્ણ થયા ન હોય તેવા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે

રાજ્ય સરકારે અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને કોવિડ-19 વેક્સિનમાં અગ્રતા આપવા અંગે જાહેરાત કરી હતી. જેના અનુસંધાને સુરત જિલ્લા પંચાયત દ્વારા સુરતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે 7મી જૂનથી ઈચ્છાપોર ખાતે વેક્સિનેશન શરૂ કરવામાં આવનાર છે.

સોમથી શનિવાર વેક્સિન આપવામાં આવશે
સુરત જિલ્લાના વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કે જેઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, અને બીજા ડોઝના નિયત સમય પહેલા વિદેશ જવાનું હોય તેઓને ઈચ્છાપોર આરોગ્ય કેન્દ્ર, ખડી મહોલ્લો, ઈચ્છાપોર ગામ ખાતે સોમથી શનિવાર દરમિયાન સવારે 9.30 થી સાંજે 5.00 વાગ્યાના સમયગાળામાં વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે તેમજ રસીકરણ અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવશે.

વિદેશ જવાની તારીખ પહેલાના 10 દિવસની અંદર રસીકરણ થશે
વિદ્યાર્થીના વિદેશ જવાની નક્કી થયેલી તારીખ પહેલાના 10 દિવસની અંદર રસીકરણ કરવામાં આવશે. પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પૂર્ણ થયા હોય અને 84 દિવસ પૂર્ણ થયા ના હોય તેવા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓએ કયા જરૂરી પૂરાવા સાથે રાખવા

  • પ્રથમ ડોઝ લીધા અંગેનું કોવિન એપ મારફતે PartialVaccination પ્રમાણપત્ર
  • આઇ-20 અથવા DHS-160
  • કોલેજ અથવા યુનિવર્સિટીનો એડમિશન લેટર
  • ઓળખ માટે આધાર અથવા વોટીંગ કાર્ડ/સરકારમાન્ય ઓળખ પત્ર/પાસપોર્ટ )
  • જે-તે દેશના માન્ય વિઝા
  • પાસપોર્ટ રજૂ કરવા
  • ચકાસણી અર્થે ઓરીજનલ તથા સ્વપ્રમાણિત કરેલ એક નકલ આપવાની રહેશે એમ જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે