તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓનો આક્રોશ:કલાકો લાઇનમાં ઉભા રહેવા છતાં રસી મળતી નથી, હવે અમારી જવાબદારી નથી, ધંધાને તાળાં નહીં મારવા દઇએ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. સોમવારે 520 ટોકન આપી હોલનો ગેટ અંદરથી બંધ કરી દેવાયો હતો. - Divya Bhaskar
રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. સોમવારે 520 ટોકન આપી હોલનો ગેટ અંદરથી બંધ કરી દેવાયો હતો.
  • વેપારીઓને રસી માટે સરકારે 30 જૂનનું અલ્ટિમેટમ આપ્યું હતું, પાલિકા પણ વેક્સિન ન લેનારાઓની દુકાનો બંધ કરાવે છે
  • ટેક્સટાઇલ માર્કેટના 4.5 લાખ, સચિન GIDCના 1 લાખ સહિત 10 લાખ વેપારી-કર્મીઓ રસીથી વંચિત

રાજ્ય સરકારે વેપારીઓને 30 જૂન સુધીમાં રસી લેવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું.આ ઉપરાંત પાલિકા પણ જે વેપારી અને કર્મચારીઓએ વેક્સિન ન મુકાવી હોય તેમની દુકાનો બંધ કરાવી દે છે. ત્યારે છેલ્લા 4 દિવસથી હજારો વેપારીઓ અને કર્મચારીઓ રસી માટે સવારથી સાંજ સુધી લાઇનોમાં ઉભા રહે છે છતાં રસી મળતી નથી. આ સ્થિતિમાં વેપારીઓમાં ભારે આક્રોશ સર્જાયો છે. વેપારીઓનું કહેવું છે કે, હવે વેક્સિનેશન માટે અમારી કોઇ જવાબદારી નથી. અમારા કર્મચારીઓએ વેક્સિન લીધી હોય કે નહીં લીધી હોય દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. કોઇપણ સંજોગોમાં અમારા ધંધાને હવે બંધ નહીં કરીએ.

અને જો પાલિકા કાર્યવાહી કરશે તો તેનો વિરોધ કરીશું. કાપડ માર્કેટના જ સાડા ચાર લાખ લોકો હજુ રસીથી વંચિત છે. જ્યારે સચિન જીઆઇડીસી, પાંડેસરા સહિતના 10 લાખ જેટલા વેપારી-કર્મચારીઓને વેક્સિન મળી નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે 33 હજાર લોકોનું વેક્સિનેશન થયું હતું, પરંતુ સેકન્ડ ડોઝમાં સંખ્યાબંધ લોકોને વેક્સિન મળી ન હતી.

રસી નહીં હોવાથી કાપડ માર્કેટના 29 કેન્દ્રોમાંથી માત્ર એક જ સેન્ટર ચાલુ
ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં પાલિકાના સંકલનમાં 29 રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ રસીના ડોઝ ન મળવાને કારણે આ પૈકી માત્ર એક જ કેન્દ્ર ચાલુ છે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, હજુ કાપડ માર્કેટના પાંચ લાખથી વધુ કર્મચારીઓનું વેક્સિનેશન બાકી છે. સરકારે 30 જૂનની તારીખ આપી છે પરંતુ એક દિવસમાં આટલા લોકોને રસી મુકી શકાશે નહીં. આ સ્થિતિમાં પાલિકા કાર્યવાહી કરશે તો તેનો વિરોધ કરાશે.

સચિન જીઆઇડીસીના નોટિફાઇડ ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ કહ્યું કે, અમારે ત્યાં એક જ કેન્દ્ર ચાલે છે. હજુ જીઆઇડીસીના એક લાખ લોકો રસીથી વંચિત છે. સરકાર સમયમર્યાદા નહીં વધારે તો હવે કર્મચારીઓને રસી મુકાવવાની જવાબદારી અમારી નથી. એક દુકાનદારે કહ્યું કે, સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઉભો હતો. 98મો નંબર હતો સાડા 10 સુધી રસી મળી નથી. 4 દિવસથી ધક્કા ખાઇ રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...